Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયા વિમાન સાથે ટકરાયુ પક્ષી, 97 યાત્રીઓનો આબાદ બચાવ

અમદાવાદથી દિલ્હી જઇ રહેલા એર ઇન્ડિયા વિમાન સાથે ટકરાયુ પક્ષી, 97 યાત્રીઓનો આબાદ બચાવ

0
327

અમદાવાદ-દિલ્હી એર ઇન્ડિયા ફ્લાઇટ (એઆઇ-018)ની અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની 10 મિનિટ બાદ એક પક્ષી સાથે ટકરાતા લેન્ડિગ કરાવવી પડી હતી.

સૂત્રોએ જણાવ્યુ, ‘ફ્લાઇટમાં 97 મુસાફર સવાર હતા.જોકે, વિમાન સાથે એક પક્ષી ટકરાયુ જેને કારણે ઉડાન ભરવાની કેટલીક મિનિટની અંદર જ તેને પરત બોલાવી લેવામાં આવ્યુ હતું. તમામ મુસાફરોને સુરક્ષિત વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.’

ફ્લાઇટ એઆઇ-018એ અમદાવાદ એરપોર્ટથી પોતાના નિર્ધારિત સમય સવારે સાત વાગીને 10 મિનિટ પર ઉડાન ભરી હતી અને દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર સવારે આઠ વાગીને 45 મિનિટે પહોચવાનું હતું.જોકે, મુસાફરોએ કહ્યું કે તેમને જણાવવામાં આવ્યુ કે વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમને શહેરના એરપોર્ટ પર પરત ફરવા મજબૂર થવુ પડ્યુ.

એર ઇન્ડિયાએ મુસાફરોને કોઇ વેકલ્પિક ફ્લાઇટ ઉપલબ્ધ કરાવી નહતી જેને કારણે મુસાફરોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. કેટલાક મુસાફરોએ દિલ્હીથી બીજી ફ્લાઇટ પકડવાની હતી પરંતુ નિર્ધારિત સમય પર દિલ્હી ના પહોચવાને કારણે તેમની ફ્લાઇટ છુટી ગઇ હતી.

6 રાજ્યોના રાજ્યપાલ બદલાયા, આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશ મોકલાયા