Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ફી નહીં તો LC નહીં આપવાના શાળાના નિર્ણય સામે વાલી જંગે ચઢ્યા

ફી નહીં તો LC નહીં આપવાના શાળાના નિર્ણય સામે વાલી જંગે ચઢ્યા

0
88
  • વટવાની AIM INTERNATIONAL SCHOOLમાં વિવાદ
  • ધો.10માં ભણવું નહીં હોવા છતાં ફી ભરવા કરાતો આગ્રહ
  • માનસિક ત્રાસ  બદલ 50હજારનો ગ્રાહક  પચમાં ટુકંમાં દાવો 

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે લદાયેલા લોકડાઉન બાદ અનલોક કરાતાં જ રોજ શાળાઓની ફીના મુદ્દે કંઇક ને કંઇક વિવાદ સર્જાતા રહે છે. હાલ ફીનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. ત્યારે વટવા સ્થિત AIM INTERNATIONAL SCHOOL સંચાલકોએ ધો.10ની ફી નહીં ભરે તો સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ ( LC )નહીં આપવાના કરેલા તઘલખી નિર્ણયથી વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીના વાલી તેની સામે જંગે ચઢ્યા છે.

સત્યાગ્રહ કરવાની ચીમકી

આ અંગે વિદ્યાર્થીએ કરેલી ફરિયાદના પગલે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ રાજયના મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી વગેરેને પત્ર પાઠવીને સમગ્ર પ્રકરણ અંગે ઊંડી તપાસ કરીને પગલાં ભરવા માંગણી કરી છે. જો સરકાર સંચાલકોની નફાખોરી અને ભ્રષ્ટ્રાચાર સામે પગલાં નહીં ભરે તો સત્યાગ્રહ કરવાની ચીમકી આપી છે. ત્યાં સુધી કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર ધરણાં કરવાની પણ ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ અખિલ ભારતીય પ્રમુખ મુકેશ પરીખે તેમની પાસે આવેલી ફરિયાદ હકીકત જણાવતાં ઉમેર્યું હતું કે,

“અગાઉ પારેખ પરિવાર સોલા વિસ્તારમાં રહેતો હોવાથી તેમના બાળકને સ્થાનિક શાળામાં ધો.9માં અભ્યાસ કરતો હતો. પરંતુ તેમણે ઘર બદલીને વટવા ખાતે રહેવા આવ્યા હોવાથી તેમના બાળકને વટવા સ્થિત AIM INTERNATIONAL SCHOOLમાં ઓક્ટોબર 2019માં રૂપિયા 6 હજાર ભરીને પ્રવેશ લીધો હતો.

ત્યારબાદ પણ તેમની પાસેથી શાળાએ ફરીવાર સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર મહીનાના રૂપિયા 2500 વસૂલ કર્યા હતા.”

આ પણ વાંચોઃ NEETની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થઇ

“વાલીએ પોતાના પુત્રને ધો.10માં અભ્યાસ નહીં કરવો હોવાથી ફી ભરવાનો ઇનકાર કર્યો હોવાથી સ્કૂલ લીવિંગ સર્ટીફીકેટ ( SLC ) આપવાનો શાળાએ ઇન્કાર કરી દીધો હતો. આમ શાળાએ વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દી સાથે ચેડાં કરી વિદ્યાર્થી અને વાલીને માનસિક ત્રાસ અને આઘાત આપ્યો છે. આ અંગે ગ્રાહક સુરક્ષાના મહિલા પ્રમુખ સુચિત્રા પાલે રાજયના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસીંહ સમક્ષ આ અંગે ફરિયાદ કરી છે.”

ફીમાં 25 ટકા ઘટાડાની રાહત આપતા નથી

તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણ સંસ્થાન સંચાલકો કોરોનાકાળ અને લોકડાઉન બાદની વાલીઓની કથળેલી આર્થિક પરિસ્થિતિ અને સંજોગોની ચિંતા કર્યા વગર દાદાગીરીથી બેફામ ફી વસૂલ કરે છે. ફીમાં 25 ટકા ઘટાડો કરીને રાહત આપતાં નથી. માં સરસ્વતીનો વેપાર કરી કાળી કમાણી કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

શૈક્ષિક સંસ્થાઓને ગ્રાહક સુરક્ષા ધારે લાગુ પડે

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. કેમ કે તેઓ સર્વિસ પ્રોવાઇડર છે અને વિદ્યાર્થી તથા વાલીઓ ગ્રાહક છે. સ્કૂલ લીવિંંગ સર્ટિફિકેટ નહિ આપી ગેરકાયદે ફી માગવી તે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતિ ( અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ) આચરે છે. તેની સામે અમે વાલી અને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવા બદલ 50હજારનો ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ટુક સમયમાં દાવો કરીશું.

આ પણ વાંચોઃ નર્મદા: એક શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓનો આ પ્રોજેકટ વિશ્વના નકશામાં સ્થાન પામશે