Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદઃ ઘરમાંથી નીકળ્યો ‘ઝેરી નંબર-1, ચીટર-સાયલન્ટ કિલર’ સાપ

અમદાવાદઃ ઘરમાંથી નીકળ્યો ‘ઝેરી નંબર-1, ચીટર-સાયલન્ટ કિલર’ સાપ

0
102
  • વેજલપુર રોડ શામિયાના રેસિડેન્સીના  એક ઘરની ઘટના
  • 10 વર્ષની માહિને કહ્યું- મારી ધડકન ઉપર આવી ગઇ હતી

અમદાવાદઃ અમદાવાદ વેજલપુર રોડ પરની શામિયાના રેસિડન્સી-1ના એક ઘરના કિચનમાં રવિવારે અઢી ફૂટ લાંબો સાપ (Indian common krait snake) આવી જતાં ધરવાસીઓ ભયભીત થઇ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં આ સોસાયટીમાં સાપ નીકળવાની બીજી ઘટનાથી રહેવાસીઓમાં ડર બેસી રહ્યો છે.

વરસાદની સીઝનમાં સાપ નીકળવાની ઘટના સામાન્ય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં આ સોસાયટીમાં સાપ નીકળવાની બીજી ઘટનાથી રહેવાસીઓમાં ડર બેસી રહ્યો છે. સોસાયટીના ઘર નંબર A/6ના રહેવાસીઓ રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બહારથી આવ્યા હતા. પરિવારનાં 10 વર્ષની દિકરી કેચિનમાં પાણી પીવા ગઇ અને ત્યાંનું દશ્ય જોઇ જોર જોરથી ચિસો પાડવા લાગી હતી. તેથી તેના માતા અને પાડોશીઓ તેમના ઘરે દોડા ગયા હતા.

 

આ પણ વાંચોઃ વલસાડઃ એક કિમી જમીનમાં 7 ફૂટ ઊંડો ખાડો પડી જતાં ફેલાયો ભારે ફફડાટ

કાળોતરો નાગ ગેસ સ્ટવ પર ફણ ફેલાવી બેઠો હતો

પાડોશીઓ અને ઘરના રહેવાસીઓએ જોયું તો કાળોતરો નાગ (Indian common krait) કિચનમાં ફણ ફેલાવી બેઠો હતો. 10 વર્ષની માહિન બાનુ પાણી પીવા જેવી RO પાસે પહોંચી કે તેની નજર તેના પર પડી હતી. તેથી તેણે ચીસો પાડી હતી. તેણ જણાવ્યું કે મારી ધડકન ઉપર આવી ગઇ હતી. વિસ્તારમાં સાપ જોઇ બધા ડરી ગયા હતા. તાકીદે એનિમલ રેસ્ક્યૂમાં ફોન જોડવામાં આવ્યો હતો અને જયેશ ભાઇ નામના એનિમલ રેસક્યુ વર્કરે થોડી વારમાં આવવાનું કહ્યુ હતું.

બહુ જ ખતરનાક અને ઝેરી નંબર 1

જયેશભાઇ આવે ત્યાં સુધી ઘરના પરિવારના લોકો અને પાડોશીઓ ઊભા પગે રહ્યા હતા. જયેશ ભાઇ આવ્યા ત્યાં સુધી કોઇને ખબર નહતી કે એ સાપ કેટલો ખતરનાક છે? જયેશ ભાઇએ જોકે સિફતપૂર્વક આસપાસના યુવકોની મદદથી તેને પ્લાસ્ટિકની બરણીમાં પૂર્યો હતો. ત્યારે બધાના મનને રાહત થઇ હતા.

ચીટર સાપ તરીકે પણ ઓળખાય છે

જ્યેશ ભાઇ જ્યારે તેને બરણીમાં પૂરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે તે કોઇ કાળે બરણીમાં જવા તૈયાર નહતો. વારંવાર થાપ આપી બહાર આવી જતો હતો. તેથી બધાએ તેમને પૂછ્યું કે આવું કેમ કરે છે? ત્યારે જયેશ ભાઇએ જણાવ્યું કે આ સાપને ચીટર સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણે કે ચીટિંગ કરી ગમે ત્યારે દંશ આપી શકે છે. તેમણે જ કહ્યું કે આ સાપ ભારતનો નંબર 1 ઝેરી સાપ છે.

ઇન્ડિયન ક્રેટ (Indian common krait) સાપોની ખુબ જ ઝેરી પ્રજાતિ છે. જે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ભારતના ઝેરી સાપોમાં આ સૌથી ઝેરી સાપ છે. આ Bungarus fasciatus પ્રજાતિના ઇન્ડિયન ક્રેટ, કોમન ક્રેટ કે બ્લૂ ક્રેટના નામે પણ ઓળખાય છે. આ સાપ ભારત, બાંગ્લેદેશ અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે.

આ પણ વાંચોઃ વલસાડથી પાલઘર (મુંબઇ) સુધી સતત ભૂકંપ અને જમીનની તિરાડોથી ફેલાયો ભય

લંબાઇ 3થી 5 ફૂટ હોય છે

ઇન્ડિયન ક્રેટની લંબાઇ સામાન્ય રીતે 0.9 મીટર (3 ફૂટ) હોય છે. પરંતુ તે 1.75 મીટર (5 ફૂટ) સુધી વધી શકે છે. નપ ક્રેટની લંબાઇ વધુ હોય છે. આ સાપ સામાન્યતઃ કાળા રંગનો હોય છે. તેમાં આશરે 40 પાતળી સફેદ લીટીઓ દોરેલી હોય છે. જે તેને સુંદર બનાવે છે. શરુઆતમાં આ રેખાઓ દેખાય છે અને સમય જતાં તે ગાઢ થતી જાય છે.

સાયલન્ટ કિલર તરીકે કેમ જાણીતું

ઇન્ડિયન ક્રેટ સાયલન્ટ કિલર તરીકે પણ જાણીતું છે. તેને સાયલન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કે તેના દાત બહુ નાના હોય છે. તેથી તે દંશ આપે ત્યારે ઘણી વખતે દુઃખાવો નહીવત જેવો થાય છે. પરિણામો પીડિતને તેની ખબર જ પડતી નથી. તે સામાન્ય રીતે દિવસમાં બહુ ઓછો જોવા મળે છે. તેથી તેના ડંખ દેવાની ઘટનાઓ રાત્રે જ જોવા મળે છે.

લખવો થઇ શકે, મૃત્યુદર 70થી80 ટકા

ઇન્ડિયન ક્રેટના દંશથી સામાન્ય રીતે વ્યક્તિને પ્રગતિશીલ લકવો (Progrssive paraysis) થઇ શકે છે. તેની સાથે પેટમાં ચૂકની ફરિયાદ થાય છે તેના દંશ પછી સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું 4થી 8 કલાકમાં જ મોત થઇ શકે છે. મૃત્યુનું કારણ શ્વાસ લેવામાં તકલીફ એટલે શ્વાસ રુંધાઇ જવાનું હોય છે. આના દંશનો મૃત્યુદર 70થી 80 ટકા છે.

krait snake photo

આ પણ વાંચોઃ વલસાડઃ એક કિમી જમીનમાં 7 ફૂટ ઊંડો ખાડો પડી જતાં ફેલાયો ભારે ફફડાટ

દંશના એક બે કલાકમાં માંસપેશીઓ ખેંચાવા લાગે છે

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ક્રેટના દંશ પછી વ્યક્તિને ચહેરા પર લકવાની અસર થવા લાગે છે. એક બે કલાકમાં ચહેરાની માંસપેશીઓ ખેંચાવા લાગે છે અને વ્યક્તિ વાત કરવામાં આસમર્થ થઇ જાય છે. તેના ઝેરમાં શક્તિશાળી ન્યૂરોટોક્સિનસ (Neurotoxins) હોય છે. તેનાથી માંસપેશીઓનો લકવો થાય છે. પ્રિસાનેપ્ટિક (Presynaptic) અને પોસ્ટાસિનેપ્ટિક ન્યૂરોટોક્સિન (Postsynaptic neurotoxins) થાય છે. જે સામાન્ય રીતે પીડિતના સિનેપ્ટિક ક્લેફ્ટ (માહિતી અને પ્રસારણ બિન્દુ-Synaptic cleft)ને અસર કરે છે.