Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Ahmedabad: માસિક 16 % વ્યાજ વસુલતા વ્યાજખોર દંપતિના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad: માસિક 16 % વ્યાજ વસુલતા વ્યાજખોર દંપતિના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

0
171

લોકડાઉનમાં પૈસા ન ચૂકવી શકતા યુવકને આપી ધમકી, જીવતા રેહવું હોય તો રૂપિયા ચૂકવી દેજે

અમદાવાદ: સોલાના ચાંદલોડિયા વિસ્તારમાં માસિક 16 ટકા વ્યાજ વસુલતા દંપતી (Ahmedabad Usurer)ના ત્રાસથી યુવકે ઊંઘની ગોળીઓ ખાઈ 14 દિવસ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે યુવકનું એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ રૂબરૂ ડી.ડી. (ડાઈંગ ડેકલેરેશન) લીધું હતું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસે યુવકની ફરિયાદના પગલે આરોપી પતિ પત્ની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે કીર્તિ પ્લેટીનીયમમાં રહેતા દર્શન અશોક પંચાલે સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી સ્નેહલબેન અને તેના પતિ મોહીત હરેશ જોષી બન્ને રહે શ્રીરામ એપાર્ટમેન્ટ, હીરાવાડી બાપુનગર વિરૂધ્ધ મંગળવારે ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: હાઇકોર્ટ જજના PAની ધોલધપાટ બાદ જાનથી મારવાની ધમકી

ફરિયાદ મુજબ એસી રિપેરીંગના ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતાં દર્શન અને તેના મિત્ર મનોજ પટેલે સ્નેહલબેન અને મોહિતભાઈ પાસેથી સમજૂતી કરાર કરી માસિક 16 ટકા વ્યાજે (Ahmedabad Usurer) એક વર્ષ માટે રૂપિયા 1.85 લાખની રકમ ગત તા.25-12-219માં લીધી હતી. જે પેટે 4 કોરા ચેક બંનેએ આપ્યા હતા.

તે પછી પાંચ દિવસ બાદ બન્નેએ બીજો સમજૂતી કરાર કરી વધુ બે લાખની રકમ લીધી હતી. જે પેટે પણ બંનેએ ચેક આપ્યા હતાં.

દર્શન અને તેના મિત્રએ મોહિતભાઈ તથા સ્નેહલબેનને સમયસર વ્યાજ (Ahmedabad Usurer) ચૂકવી 4.17 લાખ રૂપિયા જેટલી રકમ આપી હતી.

લોકડાઉનમાં ધંધો બંધ થતા દર્શન પૈસા ચૂકવી શક્યો નહોતો.

છેલ્લા ત્રણ માસથી સ્નેહલબહેન અને મોહીતભાઈ (Ahmedabad Usurer) અવારનવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરતા હતા.

દર્શને મારી પાસે કોઈ વ્યવસ્થા નથી પૈસા આવશે એટલે આપી દઈશ તેવી વાત કરી હતી.

પણ દર્શનની વાત પર સંમત નથતા બન્નેએ (Ahmedabad Usurer) તેને અપશબ્દો બોલી ધાકધમકી આપી હતી.

ગત તા. 6-8-2020ના રોજ મોહીત તેની સાથે બીજા બે ઇસમોને લઈને દર્શનના ઘરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ચુની ગજેરા કેસમાં નવો વળાંક: શિક્ષિકા વિરૂદ્ધ સ્કૂલના આચાર્યએ નોંધાવી પૈસા પડાવ્યાની ફરિયાદ

પૈસાની ઉઘરાણી કરી અપશબ્દો બોલી દર્શનને મારમાર્યો હતો.

દર્શનની માતાએ બુમાબુમ કરતા આરોપીઓ ગાડીમાં બેસી ભાગ્યા હતા.

જતા જતા મોહીતએ ધમકી આપી કે, તારે જીવતા રહેવું હોય તો કાલ સુધીમાં મારી ઓફિસમાં વ્યાજ સહિત રૂપિયા પહોંચાડી દેજે.

આરોપીઓની ધાકધમકીથી કંટાળી દર્શને ગત તા.19મીના રોજ ઉંઘની 15 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

બનાવ અંગે સોલા સિવિલ ખાતે દર્શનને દાખલ કરવા આવ્યો બાદમાં તેનું ડી.ડી. લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

દર્શનને ગત તા.24મીએ હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી જે બાદ પોલીસે તેની ફરિયાદ નોંધી આરોપી સ્નેહલબેન,

તેના પતિ મોહીત અને અન્ય બે વ્યક્તિ વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.