Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: હાઈકોર્ટમાં ખોટું સોંગદનામું કરનાર બે વકીલોની ધરપકડ

અમદાવાદ: હાઈકોર્ટમાં ખોટું સોંગદનામું કરનાર બે વકીલોની ધરપકડ

0
407

અમદાવાદના હાઈકોર્ટમાં બે વકીલો અને પોલીસ વચ્ચે એક એફિડેવિટને લઈને ધમાચકડી મચી ગઈ છે. વકીલ પર આરોપ લગાવ્યો છે કે, ખોટું સોંગદનામું દાખલ કરીને આરોપીઓને બચાવવાની કોશિષ કરવામાં આવી છે. જે બાબતે પોલીસે હાઈકોર્ટના બે વકીલોને પોલીસ સ્ટેશન સોંગદનામાને લઈને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને પાછળથી તેમની ધરપકડ કરી લીધી હતી.

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં નિસર્ગ શાહ સહિત બે એડવોકેટ સામે એક ફરિયાદ દાખલ કરાવમાં આવી હતી. વકીલ નિસર્ગ શાહ ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમને ક્છના એક જમીન કેસમાં આરોપીઓના પક્ષે ખોટું સોંગદનામું દાખલ કરીને તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016ના આ કેસમાં ફરિયાદી હરજી પટેલને જાણ ન હતી કે તેની ખોટી સહીઓ કરી સમાધાન માટે એક અરજી હાઈકોર્ટમાં થઈ છે. પરંતુ જ્યારે ફરિયાદીને ખ્યાલ આવ્યો ત્યારે તેમને આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી તપાસ માટે જણાવ્યો હતો.

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

મહત્વનું છે કે હાઈકોર્ટે તપાસ શરુ કરી હતી અને જે કાગળો કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની એફએસએલ તપાસ કરાવી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે ખરેખર આ એફિડેવિટ ખોટી છે જેથી બન્ને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ મામલે એસીપી એ ડિવિઝન મુકેશ પટેલનું કહેવું છે કે નિસર્ગ શાહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી તપાસના અંતે બન્નેની ધરપકડ કરી લેવામાં આવી છે.