Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યભરમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર થયુ પાણી-પાણી

રાજ્યભરમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર થયુ પાણી-પાણી

0
352

રાજ્યભરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. અમદાવાદ સહિત અમરેલી,જૂનાગઢ,રાજકોટ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદના એસજી હાઇવે, પાલડી,મેમનગર,નવરંગપુરા સહિતના વિસ્તારમાં રવિવાર સવારે વરસાદ પડ્યો હતો. લાંબા સમય બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી.બીજી તરફ

જૂનાગઢમાં બે ઇંચ વરસાદ

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કેશોદમાં અડધા કલાકમાં એડધો ઇંચ વરસાદ નોંધાયો છે.લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે.

ધારીના વાવડી ગામે નદી બેકાંઠે બની

અમરેલીના ધારી તાલુકાના વાવડી (રામવાળાની) ગામે ભારે વરસાદથી નદી બે કાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવાતા રસ્તાઓ બંધ થયા છે. બાબગાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી નદીઓ બેકાંઠે બની છે. સમઢીયાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ભારે પવનના કારણે સાવરકુંડલાના છેલાણામાં વીજપોલ ધરાશાયી થયો છે.

સૌરાષ્ટ્રના જામજોધપર, જામવાળી,વાલાસણમાં અઢી ઈંચ હરિયાસણમાં ર,મોટી પાનેલીમાં દોઢ ઈંચ,જુનાગઢ, સીદસર, જામજોધુપર, વાસજાળિયા, સતાપરમાં, મેંદરડા ૧ ઈંચ,અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા,ગીર વિસ્તારમાં જાંબાળ, અભરામપુરા, ગઢડકા, સુખપુર સહિત દસ ગામમાં વરસાદ વરસતા ગીર વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા હતા. મોરબી માળિયા વિસ્તારમાં ઝાપટાંથી લઈને પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો.

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન રાત્રે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત સિટીમાં 3.4 ઈંચ અને તાપી જિલ્લાના નિધરમાં 3.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય 3 મિમિથી લઈને 3.4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સાત તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

 

નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ