Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ભારે બફારા બાદ વરસાદ, એસજી હાઇવે, રાણીપ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી

અમદાવાદમાં ભારે બફારા બાદ વરસાદ, એસજી હાઇવે, રાણીપ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી

0
776

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદના એસજી હાઇવે, રાણીપ, સેટેલાઇટ, પ્રહલાદનગર, લાલ દરવાજા, ગોતા વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી હતી.

31 જુલાઇ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થવાના કારણે 27થી 31 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થશે.

લો પ્રેશરની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઇથી લઇને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરાઇ છે.

રાજકોટ-જામનગર હાઈવે ઉપર પડધરી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપર ઘટાટોપ વાદળો સાથે સમી સાંજ જેવુ વાતાવરણ સર્જાયુ : ધીમી ધારે વરસાદ

પૂર,ભૂકંપ જેવી કુદરતી આફતો સામે સૌથી મોટો રક્ષક NDRF, આ રીતે કરે છે લોકોની મદદ