Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રેલ્વેના આસી. પાયલોટને છરી બતાવી લૂંટ્યા, મહિલા ના.મામલતદારનું પર્સ ચોરી બે મહિલા ફરાર

રેલ્વેના આસી. પાયલોટને છરી બતાવી લૂંટ્યા, મહિલા ના.મામલતદારનું પર્સ ચોરી બે મહિલા ફરાર

0
86
  • સાબરમતી રેલ્વે યાર્ડમાં રેલ્વેના આસી.પાયલોટ સાથે લૂંટ
  • કલેકટર ઓફિસના મહિલા નાયબ મામલતદારના પર્સની ચોરી કરી બે મહિલા ફરાર
  • સાબરમતી રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ : સાબરમતી રેલ્વે યાર્ડમાં રેલ્વેના આસી.પાયલોટને છરી બતાવી શુક્રવારે પરોઢે લૂંટી લેવાની ઘટના તો અન્ય બનાવમાં ગુરુવારે સાંજે શાકભાજી લેવા રામનગર ગયેલા કલેકટર ઓફિસના મહિલા નાયબ મામલતદારના પર્સની ચોરી કરી બે મહિલા ફરાર થઈ ગઈ હતી. બન્ને બનાવ (Ahmedabad Latest News) અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાસે મણીભદ્ર સોસાયટીમાં પરીવાર સાથે રહેતાં મનોજકુમાર સુરેન્દ્રકુમાર કૂર્મી (ઉં,31) પશ્ચિમ રેલ્વેમાં સાબરમતી હેડ ક્વાર્ટર ખાતે 2012થી આસી. Loko Pilot (લોકો પાયલટ) તરીકે ફરજ બજાવે છે. મનોજકુમાર શુક્રવારે સવારે ઘરેથી બાઇક લઈ નોકરી જવા નીકળ્યાં હતાં. સાબરમતી રેલ્વે યાર્ડ (Ahmedabad Latest News) માં આવેલા હનુમાનજી મંદિર પાસે વળાંકમાં તેઓ પસાર થતા હતાં. તે અમયે બાઇક પર આવેલા ત્રણ યુવકોએ રાણીપ કહા આયા તેમ પૂછતાં મનોજે હું ત્યાં જ જાવ છું.

આ પણ વાંચોઃ દેશી વેક્સીન Covaxin એ કરી કમાલ, વાંદરાઓના શરીરમાંથી કોરોના ભગાડ્યો

તમે મારી પાછળ આવો તેમ જણાવ્યું હતું. દરમિયાન મનોજનું બાઇક બંધ થઈ જતા તે સાઈડમાં બાઇક લઈ ચાલુ કરવાનો પ્રયાસ કરતો હતો. તે સમયે બાઇક પર સવાર ત્રણેય યુવકે મનોજને ઘેરી છરીઓ બતાવી ચૂપચાપ ઉભા રહેવા જણાવ્યું હતું. આરોપીઓએ મનોજની બેગ,મોબાઈલ ફોન અને પર્સ મળી કુલ રૂ.10,800ની મતાની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સાબરમતી રેલ્વે પોલીસે મનોજકુમારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કલેકટર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે 35 વર્ષથી ફરજ બજાવતા ભારતીબહેન સુરેશકુમાર પુરાણી (ઉં,55) ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ પાસે પરમેશ્વર-3માં રહે છે. ગુરુવારે કલેકટર ઓફિસથી નીકળી ભારતીબહેન સાબરમતી રામનગર શાકમાર્કેટ ખાતે શાકભાજી લેવા ગયા હતાં.

શાકની લારી પર બટાકા ખરીદી રહેલા ભારતીબહેનને અડીને એક મહિલા ઉભી રહેતાં તેઓએ તેણે દૂર ખસ્વા જણાવ્યું હતું. તે જ સમયે બીજી મહિલા પણ ભારતીબહેનની નજીક આવી ઉભી રહી હતી. આ બન્ને મહિલાએ ભારતીબહેનની નજર ચૂકવી તેમના પર્સની ચેઇન ખોલી તેમાંથી મોબાઈલ ફોન અને નાના પર્સની ચોરી કરી હતી. જે નાના પર્સમાં રૂ.1 હજાર રોકડ અને ચાંદીનું કી ચેઇન રૂ.1500નું મળી રૂ.12,500ની ચોરી કરી હતી. સાબરમતી પોલીસે આ અંગે નાયબ મામલતદારની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કેમ્પ હનુમાન મંદિર આર્મી કમાન્ડરની વિનંતીથી બંધ: ઓનલાઈન દર્શનની વ્યવસ્થા થશે