Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘હમ તો ફકીર આદમી હૈ…! PM મોદીના અવાજમાં અમદાવાદના પોલીસનો TikTok વીડિયો વાયરલ

‘હમ તો ફકીર આદમી હૈ…! PM મોદીના અવાજમાં અમદાવાદના પોલીસનો TikTok વીડિયો વાયરલ

0
3141

TikTok વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતાં લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે.

હાલમાં જ ગુજરાત પોલીસવડાએ પરિપત્ર જાહેર કર્યો છે, ત્યાં અમદાવાદના 5 પોલીસ ઓફિસરોનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક પોલીસ ઓફિસરે પીએમ મોદીના અવાજમાં ટિકટોક બનાવ્યો છે. પીએમ મોદીના અવાજમાં ટિકટોક બનાવીને પોલીસ ઓફિસર્સે જાણે તમામ નિયમો નેવે મૂક્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં પીએમ મોદીના જે ડાયલોગનો ઉપયોગ કરાયો છે એ એવો છે કે, ‘ભાઇઓ બહનો જ્યાદા સે જ્યાદા યે મેરા ક્યા કરલેંગે ભાઇ… અરે હમ તો ફકીર આદમી હૈ, જોલા લેકે ચલ પડેંગે જી.’

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે ડીજીપીએ સુચના આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. હાલમાં TikTok પર વિડિયો મૂકવાની ઘટનાઓની ગંભીરતા ધ્યાને લઇને ડીજીપીએ આપી સૂચના આપી છે. સોશિયલ મિડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે તેવો પરીપત્રમાં ઉલ્લખ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરવા સૂચના આપી છે

પોલીસ કર્મચારીઓના TikTok વીડિયો વાયરલ અંગે DGPએ બહાર પાડ્યો પરિપત્ર