Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ : Reliance Jioના 6 ટાવરમાંથી 12 રેક્ટીફાયરની ચોરી થઇ

અમદાવાદ : Reliance Jioના 6 ટાવરમાંથી 12 રેક્ટીફાયરની ચોરી થઇ

0
136
  • વસ્ત્રાપુરમાં Relaince Jio નાં 6 ટાવરમાંથી 12 રેક્ટીફાયરની ચોરી થઇ
  • ત્રણ દિવસ દરમ્યાન 12 રેકટીફાયર ચોરી થયાની વિગતો મળી
  • વસ્ત્રાપુર પોલીસે રેક્ટીફાયરની ચોરી કરતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન

અમદાવાદ : વસ્ત્રાપુર (ahmedabad news gujarati) વિસ્તારમાં જુદા-જુદા સ્થળે લાગેલા Relaince Jio ના 6 ટાવરમાંથી રેક્ટીફાયરની ચોરી થઇ હતી. Jio ટાવર લગાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીના એન્જીનિયરે તપાસ કરતા ત્રણ દિવસ દરમ્યાન 12 રેકટીફાયર રૂ. 1.20 લાખની મતાની ચોરી થયાની વિગતો મળી હતી. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

રિલાયન્સ જિઓ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ટાવર લગાવવાનો કોન્ટ્રેક્ટ ધરાવતી પ્રતાપ ટેકનોગ્રેક્સ કંપનીના નેટવર્ક એન્જીનિયર નિલકંઠ જયંત જોષીએ વસ્ત્રાપુર (ahmedabad news gujarati) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે.

જે મુજબ ગત તા.13 થી 15ના ત્રણ દિવસ દરમિયાન તેઓના ધ્યાને આવ્યું કે, “વસ્ત્રાપુર (ahmedabad news gujarati) વિસ્તારમાં લાગેલા ટાવરમાં ફોલ્ટ લાગે છે. આથી તેઓએ ઉદગમ સ્કૂલ, એજ્યુકેશન સોસાયટી પ્લોટ, સરકારી વસાહત બસ સ્ટેન્ડ, પ્રકાશ સ્કૂલ સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર (ahmedabad news gujarati) તળાવ સંજીવની હોસ્પિટલ અને તુલસી પબ્લિક પાર્ક જીવનદીપ બસ સ્ટેન્ડ પાસે લાગેલા ટાવરોમાં ફોલ્ટ લાગ્યો હોવાથી રૂબરૂ જઈ ચેક કરતા 12 રેકટીફાયરની ચોરી થઇ છે.”

આ પણ વાંચોઃ રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બેસી યુવકો ચલાવતા વિદેશીઓને ઠગવાનું કોલસેન્ટર!

આ તમામ ટાવરની ઉપર લગાવેલા નાના દરવાજાનું તાળું તોડી તસ્કરો કુલ 12 જેટલા રેક્ટીફાયર રૂ.1.20 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ બનાવ અંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓને નિલકંઠ જોષીએ જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી.

ટેક્નોગ્રેક્સ કંપની પાસે રિલાયન્સ જિઓના ટાવર લગાવવાના અને તેના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ છે. કંપનીના નેટવર્ક એન્જીનિયર નિલકંઠ જોષીને લેપટોપથી જાણ થઈ કે વસ્ત્રાપુર (ahmedabad news gujarati) માં અલગ-અલગ સ્થળે લાગેલા 6 ટાવરમાંથી જેમાં તપાસ કરતા 12 રેક્ટીફાયરની ચોરી થયાની વિગતો ખુલી હતી. વસ્ત્રાપુર (ahmedabad news gujarati) પોલીસે રેક્ટીફાયરની ચોરી કરતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જે ટાવરમાંથી ચોરી થઈ છે તે તમામ જગ્યાના રૂટ પર આવતાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ ઘરના છોકરા ઘંટી ચાટે ને પતિ પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહે! પત્નીએ કરી ફરિયાદ