Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Dy. CM નીતિન પટેલનું સ્કૂલો ખોલવા અને ડુંગળીની નિકાસ મામલે નિવેદન

Dy. CM નીતિન પટેલનું સ્કૂલો ખોલવા અને ડુંગળીની નિકાસ મામલે નિવેદન

0
236
  • શાળાઓ ખુલવા અંગે ડે. સીએમ નીતિન પટેલનું મોટું નિવેદન
  • રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને આ મામલે નિર્ણય કરશે : Dy. CM
  • APMCમાં ખોટું થયું હશે તો આકરા પગલાં લેવામાં આવશે : Dy. CM

અમદાવાદ : આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં PM મોદીના જન્મદિવસને લઇને સમગ્ર દેશમાં ચાલી રહેલા સેવા સપ્તાહના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતિન પટેલે શાળાઓ (ahmedabad news gujarati) ખુલવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મામલે સંકલન બાદ નિર્ણય કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને જ શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે.”

ગુજરાતમાં શાળાઓ (ahmedabad news gujarati) શરૂ કરવાને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ અમે નિર્ણય કરીશું. રાજ્ય સરકાર તમામ વિચારણા કરીને આ મામલે નિર્ણય કરશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અને કોવિડ-19ની પરિસ્થિતિના આધારે આ નિર્ણય લેવામાં આવશે.”

આ પણ વાંચોઃ માસ્કના દંડથી વિવાદ : નારણપુરા અને બાપુનગરમાં વેપારીઓની પોલીસ સાથે માથાકૂટ

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે નીતિન પટેલનું નિવેદન (ahmedabad news gujarati)

રાજ્યનાં ડે. સીએમ નીતિન પટેલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે નિવેદન આપતાં જણાવ્યું કે, “દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. ભારત સરકારે વિચારીને જ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઇ પણ ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સરકારની જવાબદારી છે. ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરશે.”

ઊંઝા APMC મામલે નીતિન પટેલનું નિવેદન  (ahmedabad news gujarati)

ઊંઝા APMC મુદ્દે ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “મારી પાસે વિગતવાર માહિતી નથી. પરંતુ કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો જરૂરથી કાર્યવાહી કરાશે. APMCમાં ખોટું થયું હશે તો આકરા પગલાં લેવામાં આવશે.”

PM મોદીના જન્મ દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં કાર્યક્રમો

આ ઉપરાંત વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, “ભાજપ પક્ષ સમગ્ર દેશમાં PM મોદીના જન્મ દિવસને લઇને સેવા સપ્તાહ ઉજવે છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે રાજ્યભરમાં કાર્યક્રમો થઇ રહ્યાં છે. દિવ્યાંગ બાળકોની સેવા કરવી વડાપ્રધાન મોદીને પસંદ છે. દિવ્યાંગ બાળકો સામાન્ય જીવન જીવી શકે તે માટેના કામ સંસ્થા કરી રહી છે. ત્યારે ગાંધીનગરમાં 70 દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી હતી. સપ્તાહમાં અનેક કાર્યક્રમો કરવાની જાહેરાત કરી હતી. જેમાં દર્દીઓની સેવા, રક્તદાન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો થશે.”

આ પણ વાંચોઃ ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળશે