Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > માસ્કના દંડથી વિવાદ : નારણપુરા અને બાપુનગરમાં વેપારીઓની પોલીસ સાથે માથાકૂટ

માસ્કના દંડથી વિવાદ : નારણપુરા અને બાપુનગરમાં વેપારીઓની પોલીસ સાથે માથાકૂટ

0
187
  • માસ્કના દંડને લઈ પોલીસને વેપારીઓએ વિવાદ કરી ધાકધમકી આપી
  • રાજ્યમાં 11 ઓગસ્ટથી માસ્ક ના પહેરનારાઓ માટે 1000 રૂપિયાનો દંડ કરાયો છે
  • બંને વિરૂદ્ધ ફરજમાં રુકાવટ અંગે ગુનો દાખલ કર્યો હતો

અમદાવાદ : માસ્કના દંડને લઈ પોલીસને બે વિસ્તારમાં વેપારીઓએ વિવાદ કરી ધાકધમકી આપી હતી. પોલીસે કલર પેઈન્ટ અને રેડીમેડ સ્ટોરના માલીકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે રૂ.1000 હજારનો દંડનું કીધું તો બંને દુકાન માલિક ઘર્ષણમાં ઉતર્યા હતાં.

નારણપુરા વરદાન ટાવર પાસે શાંતિ એપાર્ટમેન્ટમાં આવેલી દદુધા કલર પેઈન્ટ નામની દુકાનમાં બે માણસો કલરના ડબ્બા પાસે બહાર માસ્ક વગર ઉભા હતાં. પોલીસે રૂ. 1000નાં દંડની પાવતી ફાડી આપતા એક ઈસમ ઉશ્કેરાયો હતો. જેમાં તેને કહ્યું કે, “દંડના રૂ.200 લખ્યા છે, તમે રૂ.1000 લો છો.” પોલીસે ગાઈડલાઈન મુજબ દંડ વસુલતા હોવાનું જણાવ્યું હતું. આથી બન્ને આરોપીઓએ ઉશ્કેરાઈ પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતાં. પોલીસે (Ahmedabad news) આ અંગે સુરેશ બજરંગ ભદોરીયા અને દિનેશ બજરંગ ભદોરીયા વિરૂદ્ધ ફરજમાં રુકાવટ અંગે ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચોઃ નર્મદામાં આરોગ્ય સુવિધાના નામે મીંડું: વકીલે લખ્યો CM રૂપાણીને સનસનીખેજ પત્ર

ઉશ્કેરાયેલા વેપારીએ કહ્યું, ‘તમારા સાહેબને મારે મળવું પડશે, તમે દુકાનદારોને હેરાન કરો છો’ (Ahmedabad news gujarat news)

માસ્કના દંડ (Ahmedabad news) ના વિવાદની બીજી ઘટનામાં અમદુપુરા વિસ્તારમાં સફળ 4 કોમ્પ્લેક્સમાં દિપાંજલી ક્રિએશન નામની દુકાનમાં વેપારી સહિત 6 લોકો હાજર હતાં. માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે દંડના રકમ રૂ. 1 હજાર ભરવા જણાવ્યું હતું. ત્યારે ઉશ્કેરાયેલા વેપારીએ કહ્યું કે, “તમારા સાહેબને મારે મળવું પડશે, તમે દુકાનદારોને હેરાન કરો છો.” પોલીસને આરોપી અચાનક અપશબ્દો બોલવા લાગ્યો હતો. દુકાનદાર અને લોકો એકત્ર થવા લાગતા પોલીસ વેપારીને લઈ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પોલીસે પૂછપરછ કરતા વેપારી નવા નરોડા ખાતે સ્વામિનારાયણ પાર્કમાં રહેતો હોવાનું અને તેનું નામ હિતેશસિંહ પ્રવિણસિંહ ઉમટ (ઉં,40) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત (gujarat news) નાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “રાજ્ય (gujarat news) ની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં 11 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ (Mask 1000 fine) કરવામાં આવશે.” જાહેરમાં માસ્ક નહીં પહેરનારાને સૌ પહેલાં 200 રૂપિયા, બાદમાં 500 રૂપિયા અને હવે 1 હજાર રૂપિયા દંડ (Mask 1000 fine) વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Ahmedabad news latest Gujarat news : નારણપુરા અને બાપુનગરમાં વેપારીઓની પોલીસ સાથે 1000 રૂ.ને લઇ માથાકૂટ (Blunder)

આ પણ વાંચોઃ નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી