Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ

અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ

0
184
  • તમામ ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવા કાર્યવાહી કરવાનો આદેશ
  • અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને મળી લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
  • અમદાવાદ કલેકટરના પત્રનો કડક અમલીકરણ કરાવવા દલિત અધિકાર મંચ દ્વારા અભિયાન ચાલુ કરાયું

અમદાવાદ : શહેર જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશે અમદાવાદ (Ahmedabad News Gujarati) જિલ્લાના તાબા હેઠળની તમામ ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવા અંગેની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે કરેલી કાર્યવાહીની જાણ કરવા સૂચના આપી છે. દલિત અધિકાર મંચના પ્રતિનિધિઓએ જિલ્લા વિકાસ અધિકારીને ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ભેટ આપી હતી.

રાજ્યમાં 71માં પ્રજાસત્તાક દિનની (26 જાન્યુઆરી 2020 ) ઉજવણી અગાઉ તા. 23/01/2020 ના રોજ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને પી.કે.કલાપી સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને મળ્યા હતાં અને ભારતીય સંવિધાનના અમલના 71માં “પ્રજાસત્તાક દિન” અંગે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા માટે લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજપીપળા પાલિકા ચૂંટણી પહેલાં સોશિયલ મીડિયા વોર, “આયાતી” ઉમેદવાર સામે ખતરો?

આ રજૂઆત બાદ તા. 17/02/2020 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલી કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.

જેને લઈને અમદાવાદ (Ahmedabad News Gujarati) કલેકટરના પત્રનો કડક અમલીકરણ કરાવવા સારૂ દલિત અધિકાર મંચ દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેના ભાગરુપે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમ જ તાલુકા શિક્ષણાધિકારીઓને મળીને ડૉ. બાબાસાહેબની પ્રતિમા લગાવવા માટે રજૂઆત કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ દરમ્યાનમાં અમદાવાદ (Ahmedabad News Gujarati) જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહીં હોવાનું કિરીટ રાઠોડના ધ્યાને આવ્યું હતું. જેથી ગઇ તા. 14/09/2020 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, જીતેન સમ્રાટ, પી.કે.કલાપી, ગોપાલ ચૌહાણ, કેતન પરમાર સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી સાથે લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.

તમામ ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવાની કાર્યવાહી અર્થે અમદાવાદ (Ahmedabad News Gujarati) જિલ્લા કલકેટરના પરિપત્રનો કડક અમલ કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઈને તા. 15/09/2020 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને તેમના તાબાની તમામ ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી લગાવવા અંગેની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા સાંસદ અભય ભારદ્રાજની હાલત નાજુક, એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ રાજકોટમાં