Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં આજે નવા 28 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

અમદાવાદમાં આજે નવા 28 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

0
78
  • અમદાવાદમાં કુલ 404 માઇક્રોકન્ટેન્મેન્ટ વિસ્તાર

  • ગુરુવારના રોજ 24 વિસ્તારનો માઇક્રોમેન્ટમાંથી દૂર કરાયા

અમદાવાદ: શહેરમાં ઉત્તરોત્તર માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો (Micro Containment Zone)માં વધારો થતો જાય છે. આજે આ આંકડો 404 ઉપર પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં અમલમાં રહેલાં 400 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં (Micro Containment Zone) હતા. તેમાંથી આજે 24 વિસ્તારોને દૂર કરવામાં આવ્યા હતા. તેની સામે 28 વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મતલબ કે 400માંથી 24 બાદ કરીએ તો 376 વિસ્તારોમાં અમલી બને. પરંતુ તેની સામે 28 વિસ્તારો ઉમેરાતાં આ આંકડો 404 પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યસ્થાને મળી હતી.

જેમાં ઉક્ત બાબતની ચર્ચા વિચારણાંના અંતે 24 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી (Micro Containment Zone) દૂર કરાયા હતા. તો 28 વિસ્તારોને ઉમેર્યા હતા.

આ ઉમેરાયેલા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 3, પૂર્વમાં 9, દક્ષિણ ઝોનમાં 9,

ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા હતા.

જયારે આજે પશ્ચિમ ઝોન તથા મધ્ય ઝોનમાં એક પણ વિસ્તારનો સમાવેશ થયો ન હતો.

આ પણ વાંચો: કોરોના કેસોમાં હવે “લાખેણી કલબ”માં સામેલ થઇ ગયું ગુજરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકાયેલા વિસ્તારોમા સૈથી વધુ ઘોડાસર વિસ્તારના એવલોન 1માં 340 મકાનોના 1385 રહીશોને તથા ચાંદલોડિયાના વ્રજધામ 1 એપાર્ટમેન્ટ, સેકટર 4 ચાણકયપુરીના 210 મકાનોના 835 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકી દીધા છે.

આ નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલ તા. 4થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરાશે. તેની સાથોસાથ પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:  શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં 150માંથી 28 કોરોના પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનીસ્થિતિ

દેશભરમાં કોરોનાએ વિકરાળ સિવરુપ લઇ લીધું છે.

ત્યારે ગુજરાત પણ હવે કોરોના કેસોના મામલે એક લાખની કલબમાં જોડાઇ ગયું.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1325 કેસ સામે આવતા રાજયમાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઇ.

અમદાવાદમાં લેવાયેલા કડક પગલાના કારણે હવે અમદાવાદમાં પહેલા કરતા ઓછા કેસો નોંધાઇ રહ્યા છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 166 કોરોના કેસ સામે આવ્યા છે.

તેની સાથે જ અમદાવાદમાં કુલ સંક્રમિતોનો આંકડો 32,015એ પહોંચ્યોં છે.

જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

તેની સાથે જ અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1,725એ પહોંચ્યોં છે.