Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો, 18 દૂર અને 14નો સમાવેશ

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો, 18 દૂર અને 14નો સમાવેશ

0
47
  • AMC દ્વારા માઇક્રો કન્ટેઇન્ટમેન્ટની યાદી (Ahmedabad Latest News) જાહેર કરાઇ
  • યાદી મુજબ 14 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ
  • 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા

અમદાવાદ : દરરોજની માફક આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી માઇક્રો કન્ટેઇન્મેન્ટની યાદી (Ahmedabad Latest News) જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ 14 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. તેની સામે માત્ર 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતાં. આમ, આજે દૂર થયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલા વિસ્તારોમાં ઘટાડો નોંધાયો છે.

ગોતા, ચાંદલોડિયા વિસ્તારમાં 262 કોરોના પોઝિટિવ કેસો જાહેર થતાં બ્લાસ્ટ સર્જી દીધો હતો. જેનાં કારણે માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Ahmedabad Latest News) માં 30 વિસ્તારોનો સમાવેશ થયો હતો. તેમાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં જ 10 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં મૂકાયા હતાં. પરંતુ 262 કેસોના બ્લાસ્ટે કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ મચાવી દીધી હતી. પરિણામ સ્વરુપ આજે વળી પાછો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં એકાએક ઘટાડો નોંધાઇ જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ સોલાના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ: પોલીસની સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ

અમદાવાદ શહેરમાં ગઇ કાલે 388 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં અમલી હતાં. જે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 18 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. તેની સામે 14 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવવામાં આવ્યા હતા. આમ, 388 વિસ્તારોમાંથી 18 દૂર કરાતાં આંકડો 370 પર પહોંચ્યો હતો. તેની સામે 14 વિસ્તારો ઉમેરાંતા આ આંકડો 384 પર પહોંચ્યો છે.

નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવાયેલા 14 વિસ્તારો પૈકી ઉત્તર ઝોનના 3, દક્ષિણ ઝોનમાં 2 વિસ્તારો, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1, મધ્ય ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર પશ્ચિમ ઝોનના 2, પૂર્વ ઝોનના 2 વિસ્તારો છે. જેમાં રામોલ, ગોતા, થલતેજ, નારણપુરા, સાઉથ બોપલ, વટવા, સૈજપુર અને સરસપુર વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરાયેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા તા. 13મી સપ્ટેમ્બરથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેમ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું