Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતની સુનિતાની જેમ અમદાવાદ RTOમાં વિનીતા યાદવની ચર્ચા: હેડ ક્લાર્કનું કૌભાંડ ઝડપ્યું

સુરતની સુનિતાની જેમ અમદાવાદ RTOમાં વિનીતા યાદવની ચર્ચા: હેડ ક્લાર્કનું કૌભાંડ ઝડપ્યું

0
390
  • અમદાવાદ RTO કચેરીના મહિલા અધિકારી વિનીતા યાદવ કામ કરવાની સ્ટાઈલને લઈ ચર્ચામાં
  • RTO કચેરીમાં નોન ટ્રાન્સપોર્ટ શાખાનો હેડ ક્લાર્ક કૌભાંડ આચરતો હોવાનો ઘટસ્ફોટ
  • વિનીતા યાદવની ફરિયાદને આધારે આરોપી હેડ કલાર્ક અને એજન્ટ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી

અમદાવાદ : સુરતમાં મંત્રી પુત્રને આડે હાથ લેનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવની જેમ અમદાવાદ (Ahmedabad Latest News) આરટીઓ કચેરીના મહિલા અધિકારી વિનીતા યાદવ તેમની કામ કરવાની સ્ટાઈલને લઈ ચર્ચામાં છે. અમદાવાદ સુભાષબ્રીજ પાસેની આરટીઓ કચેરીમાં નોન ટ્રાન્સપોર્ટ શાખાનો હેડ ક્લાર્ક અશોક.જી.ચાવડા એજન્ટો સાથે મળી આરટીઓ કે એઆરટીઓ અધિકારીની મંજૂરી વગર બારોબાર ફાઈલો મંજૂર કરી કૌભાંડ આચરતો હોવાનો ઘટસ્ફોટ વિનીતા યાદવે કર્યો છે.

ક્લાર્ક ચાવડાએ 1352 વાહનોના કાગળોમાં અધિકારીઓની મંજૂરી વગર જાતે જ ફાઈલો પાસ કરી જેમાં 262 વાહનોના કાગળોમાં ઓનલાઈન એપ્રુવલ આપી ફાઈલનો બારોબાર નિકાલ કર્યો હતો. રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વિનીતા હેમરાજ યાદવે હેડ ક્લાર્ક એ.જી.ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ બુધવારે ફરિયાદ આપી છે.

આ બનાવની વિગત મુજબ સુભાષબ્રીજ (Ahmedabad Latest News) આરટીઓમાં નોન ટ્રાન્સપોર્ટ શાખામાં મહિલા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તરીકે વિનીતા હેમરાજ યાદવ ફરજ બજાવે છે. નોન ટ્રાન્સપોર્ટ શાખાનું સુપરવિઝન વિનીતા યાદવને કરવાનું હોય છે.

આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા

વિનીતા યાદવે વાહનોના કાગળો પોતાની કસ્ટડીમાં લઈ તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું (Ahmedabad Latest News)

નોન ટ્રાન્સપોર્ટ શાખામાં લોન કેન્સલ, લોનમાં વધારો, વાહન ટ્રાન્સફર, સરનામું બદલવાનું, વાહન ફેરબદલ અને વાહનનો ટેક્સ વસુલવાની કામગીરી થાય છે. આ શાખામાં હેડ કલાર્ક તરીકે એ.જી.ચાવડા (અશોક ચાવડા) અને અન્ય 5 કર્મચારી ફરજ બજાવે છે. હેડ ક્લાર્કએ વાહનોના કાગળો ચકાસી પોતાની સહી કરી વિનીતા યાદવ પાસે મંજૂરી માટે કાગળો મોકલવાના હોય છે.

અરજદારો તરફથી બે માસ અગાઉ વિનીતા યાદવને રજૂઆત મળી કે નોન ટ્રાન્સપોર્ટ શાખામાં કાગળો જમા કરાવવા છતાં પણ ગુમ થઈ જાય છે. જેથી યાદવે વાહનોના કાગળો પોતાની કસ્ટડીમાં લઈ તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. હેડ ક્લાર્ક અશોક ચાવડાએ 1352 જેટલા વાહનોના કાગળોમાં વિનીતા યાદવ કે આરટીઓની મંજૂરી વગર બારોબાર ફાઈલો પાસ કરી વાહન તબદીલી, લોન રદ કરવી જેવી કામગીરી કરી હતી.

આમ, અશોક ચાવડા દ્વારા નરેન્દ્ર ગોસ્વામી સહિતના મળતીયા એજન્ટો સાથે મળી 1352 વાહનોમાં એપ્રુવલ આપવામાં આવ્યું. જેમાં 262 વાહનોમાં ઓનલાઇન એપ્રુવલ અને બે વાહનમાં અશોક ચાવડાએ પોતાની સહી કરી મંજૂરી આપી છે. અશોક ચાવડા અને તેના મળતીયા એજન્ટોએ આર્થિક લાભ લેવા ગુનાઈત કાવતરૂ રચી 264 વાહનોના એપ્રુવલ આપી વાહન માલિકો પાસેથી પૂરેપૂરી ફી અને ટેક્સ વસુલ્યો ન હતો. આ રીતે રાજ્ય સરકારને રૂ.83630નું નુકશાન કર્યું હતું.

રાણીપ પોલીસે સુભાષબ્રીજ (Ahmedabad Latest News) ખાતે આરટીઓમાં નોન ટ્રાન્સપોર્ટ શાખાના મહિલા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી વિનીતા યાદવની ફરિયાદ આધારે આરોપી હેડ કલાર્ક અશોક.જી.ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: સુરતના બે વેપારીને અમદાવાદમાં ગોંધી રાખી માર મારી મહિલાએ 50 લાખની ખંડણી માંગી