Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરતના બે વેપારીને અમદાવાદમાં ગોંધી રાખી માર મારી મહિલાએ 50 લાખની ખંડણી માંગી

સુરતના બે વેપારીને અમદાવાદમાં ગોંધી રાખી માર મારી મહિલાએ 50 લાખની ખંડણી માંગી

0
248
  • કપચી-રેતીનો વ્યવસાય કરતા બે યુવાન ભાગીદારોને અમદાવાદમાં બંધક બનાવી માર માર્યો
  • નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી રૂ.2.50 લાખની ખંડણી વસૂલી

અમદાવાદ : સુરતમાં સિમેન્ટ,કપચી અને રેતીનો વ્યવસાય કરતા બે યુવાન ભાગીદારોને મહિલા અને તેના સાગરીતોએ અમદાવાદ (Ahmedabad Latest News) માં બોલાવી ફેકટરીમાં ગોંધી રાખી મારમારી રોકડની લૂંટ ચલાવી હતી. બાદમાં મહિલા અને તેના સાગરીતોએ વેપારીઓના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી રૂ.2.50 લાખની ખંડણી વસૂલી હતી. બાકીની રકમ ચૂકવી દેવાની શરતે બન્ને વેપારીને છોડ્યા હતાં.

સુરતના સરથાણા જકાતનાકા પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં મહેશ છગન નડિયાદરા કામરેજ રોડ પર પરમ રેસિડન્સીમાં દુકાન ધરાવી સિમેન્ટ કપચી રેતીનો વેપાર ભાગીદાર ભાવેશ હરગોવિંદ કપોપરા સાથે કરે છે. ગત તા.25-8-20ના રોજ મહેશ પાસે તેનો ઓળખીતો કમલેશ અશોક ગોહિલ આવ્યો હતો. જેની સાથે દક્ષાબહેન ધરમશી દેસાઈ નામની મહિલા હતી. કમલેશએ સુરતમાં કામ હોય બે લાખની માંગણી કરતા મહેશએ પૈસા ન હોવાનું જણાવ્યું હતું. મહેશએ કમલેશને મારે આગળથી ચેતન દેવાણી સહિતના લોકો પાસેથી રૂપિયા લેવાના છે તેવી વાત કરી હતી.

કમલેશે હું ચેતનને ઓળખું છું તમારા પૈસા નીકળી જશે તેવી વાત કરી અને જતો રહ્યો હતો. આ ગાળામાં મહેશન ફોન પર દક્ષાના વ્હોટસએપ મેસેજ આવવાના શરૂ થયા હતા. દક્ષાએ તમે ફાઈન લાગો છો, તેવો મેસેજ કર્યો હતો. આ દરમિયાન ચેતન જોડે વાત થઈ ગયાનો કમલેશે ફોન કરી મહેશને અમદાવાદ (Ahmedabad Latest News) આવવા કહ્યું હતું. મહેશ અને તેનો ભાગીદાર ભાવેશ બન્ને ગત તા.13મીના રોજ અમદાવાદ કમલેશની વિરાટનગર ઓફિસે ગયા હતા.

આ પણ વાંચોઃ Bhavnagar: નિવૃત્ત Dyspના પુત્રે પત્ની-બે દિકરી સાથે કર્યો સામૂહિક આપઘાત

બાદમાં દક્ષાએ મહેશ અને ભાવેશના હાથમાંથી ફોન લઈ લીધા અને સાગરીતો સાથે મળી બંન્નેને હોકીથી મારવાનું શરૂ કર્યું હતું. તે પછી રૂ.50 લાખની માંગણી કરી હતી. દક્ષાએ બન્નેને નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. મારને કારણે ભાવેશ કપોપરાની તબિયત બગડતાં આરોપીઓ તેને દવાખાને લઈ ગયા અને મહેશને ઓફિસમાં બેસાડી રાખ્યો હતો. આ ગાળામાં મહેશએ તેના મિત્રો પાસેથી રૂ.2.50 લાખની રકમ એકત્ર કરાવી જે રૂપિયા દક્ષાએ સુરતમાં હાજર તેના માણસને મોકલી લેવડાવી લીધા હતાં.

બાદમાં વધુ રકમની વ્યવસ્થા કરવાનું કહેતા મહેશએ મિત્રોને ફોન કર્યો હતો. મહેશન મિત્રએ ચાલાકી વાપરી કમલેશને ફોન કર્યો હતો. પોતે આગડીયા પેઢીમાંથી બોલતા હોવાનું કહી તમારા 5 લાખ રૂપિયા આવ્યા છે, સોમવારે રૂપિયા 5 લાખ લઈ જજો તેમ જણાવ્યું હતું.

આ દરમિયાન ફરી ભાવેશ કાપોપરાની તબિયત લથડી હતી. આથી આરોપીઓ મહેશ અને ભાવેશને કાકડીયા હોસ્પિટલ લઈ ગયા હતા. આરોપીઓએ ધમકી આપી કે,હોસ્પિટલમાં કઈ બોલ્યા તો જાનથી મારી નાંખીશું. ભાવેશને ડોકટરે હૃદયનો પ્રોબ્લેમ હોવાથી દાખલ કરવા કહ્યું પણ આરોપીઓએ દવા આપી દો તેમ જણાવ્યું હતું.

બાદ દક્ષા અને કમલેશ સહિતના લોકો મહેશ અને ભાવેશને ઓફિસ લઈ આવ્યા ત્યાં ફરી માર માર્યા હતા. બાકીની રકમ 42.50 લાખ આપી દેવાની શરતે આરોપીઓએ મહેશ અને ભાવેશને છોડ્યા હતા. ઘરે ગયા બાદ આરોપીની પૈસાની ઉઘરાણી ચાલુ રહેતાં મહેશે પરિવારના સભ્યોને જાણ કરી હતી.

આ બનાવ અંગે (Ahmedabad Latest News) ઓઢવ પોલીસ સ્ટેશનમાં બુધવારે સાંજે મહેશ નડિયાદરાએ ફરિયાદ આપી હતી. ઓઢવ પોલીસે આરોપી કમલેશ અશોક ગોહિલ, દક્ષા ધરમશી દેસાઈ, મનોજ નારાયણ પરમાર, રાજુ ભરવાડ, રાજુ, ભગા અને રોહીત નામના શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કમલમ ખાતે PM મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું