Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બેસી યુવકો ચલાવતા વિદેશીઓને ઠગવાનું કોલસેન્ટર!

રિવરફ્રન્ટમાં એક્ટિવા પર બેસી યુવકો ચલાવતા વિદેશીઓને ઠગવાનું કોલસેન્ટર!

0
287
  • રિવરફ્રન્ટ પર એક્ટિવા પાર્ક કરી ઠગીયા વિદેશીઓને લૂંટતા
  • ખુલ્લા આકાશ નીચે વિદેશીઓને ઠગવાના કોલ સેન્ટરનો પર્દાફાશ
  • રિવરફ્રન્ટ પોલીસે કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરીક સાથે ઠગાઈ કરતા બે યુવકને ઝડપ્યાં

અમદાવાદ : રિવરફ્રન્ટ પર એક્ટિવા પાર્ક કરી તેની પર બેસીને વિદેશીઓને ઠગવાનું કોલ સેન્ટર ચલાવતા બે યુવકોને પોલીસે ઝડપી લીધાં છે. સોમવારે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન લેપટોપ પર કામ કરતા યુવકોને જોઈ પોલીસને શંકા ગઈ હતી. પોલીસે મૂળમાં ઉતરી તપાસ કરતા રિવરફ્રન્ટ (Ahmedabad Gujarati News) પર ખુલ્લા આકાશ નીચે વિદેશીઓને ઠગવાના કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો.

રિવરફ્રન્ટ પોલીસે કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરીક સાથે ઠગાઈ કરતા બે યુવકને સોમવારે રાત્રે પકડ્યા હતાં. જેમાં શાહઆલમ ખાતે જીતુ ભગત કમ્પાઉન્ડમાં રહેતાં રીયાઝહુસેન મહેબૂબહુસેન શેખ (ઉં,30) અને ખોખરાની બેથેલેમ સોસાયટીમાં રહેતાં સ્વપ્નિલ શૈલેષ ક્રિશ્ચિયન (ઉં,22) નો છે.

આ પણ વાંચોઃ ઘરના છોકરા ઘંટી ચાટે ને પતિ પરસ્ત્રી સાથે સરકીટ હાઉસમાં રહે! પત્નીએ કરી ફરિયાદ

પેટ્રોલિંગ દરમ્યાન જમાલપુર સર્કલ પાસે રિવરફ્રન્ટ (Ahmedabad Gujarati News) ની દીવાલ પાસે એક્ટિવા પાર્ક કરી ઉપર બેસી બે યુવકને લેપટોપ પર કામ કરતા પોલીસે જોયા હતાં. નજીક જઈને ઓળખ આપી પોલીસ સ્ટાફે પૂછપરછ કરતા બન્ને યુવકે યોગ્ય જવાબ આપ્યો ન હોતો.

આ મામલે પોલીસે કાયદેસર કાર્યવાહીના ભાગરૂપે બન્નેની તપાસ કરતા તેઓએ જણાવ્યું હતું કે, “pay day પ્રોસેસથી ઈન્ટરનેશનલ કોલ કરી યુ.એસ.એ અને વિદેશી નાગરીકોને લોભામણી લોનની સ્કીમ આપી તેઓ ઠગાઈ કરે છે. આરોપીઓ વિદેશી નાગરીકોની લીડ મેઘાણીનગર ખાતે રહેતાં પ્રોસેસર દીપેશ રાધાણી ઉર્ફે નિખિલ પાસેથી મેળવતા અને બાકીનો ડેટા ઓનલાઇન એપ્લિકેશનથી મેળવતાં હતાં.”

ડેટા મેળવ્યાં બાદ બન્ને યુવકો tex now એપ્લિકેશનથી ઇન્ટરનેશનલ કોલ કરી વિદેશીઓને લોન અંગે લોભામણી સ્કીમ આપી ગેમ કુપન ખરીદ કરાવતા હતાં. આ કુપન સ્ક્રેચ કરાવી નંબર મેળવી દીપેશ રાધાણીને મોકલતા હતાં. તેના મારફતે પ્રોસેસ અને રન કરાવી ઠગાઈની રકમ મેળવતા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદ: માત્ર 8 જ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા