Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઝેરી ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા હાઇવે પર અફરાતફરી, ધુમાડાનાં ગોટેગોટાં

ઝેરી ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતા હાઇવે પર અફરાતફરી, ધુમાડાનાં ગોટેગોટાં

0
47
  • ટ્રકમાં રહેલા સિલિન્ડરમાં એકાએક બ્લાસ્ટ થતાં દોડધામ
  • આસપાસનાં વાહનોને મોટા પાયે નુકશાન થવાની ભીતિ
  • ફાયર ટીમ, 108 સહિત પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી


અમદાવાદઃ
ધંધુકા-ફેદરા રોડ પર હરિપુરા પાટિયા નજીક એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં એકાએક ગેસ વેલ્ડીંગનાં બાટલા લઇ જતી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે ધડાધડ સિલિન્ડર ફાટવા (Blast) લાગ્યા હતાં. જેને કારણે વિકરાળ આગની જ્વાળાઓ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાનાં ગોટેગોટાં છવાઇ ગયા હતાં. બાદમાં બ્લાસ્ટ (Blast) થતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલી એક ટ્રક વડોદરા તરફ જઇ રહી હતી. એવામાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જેથી બ્લાસ્ટ થતાની સાથે લોકોમાં ભારે દોડધામ મચી ગઇ અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. ઉપરાંત બ્લાસ્ટ સમયે ત્યાંથી પસાર થતી કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી. જો કે 108 એમ્બ્યુલન્સ ટીમ અચાનક ઘટનાસ્થળે આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે આ દુર્ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિનાં સમાચાર સામે આવ્યાં નથી.

આ પણ વાંચોઃ UP કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, CM યોગીએ સંવેદના વ્યક્ત કરી

dhandhuka Blast

ધંધુકા-ફેદરા રોડ પર બ્લાસ્ટ થયાની ઘટનાની જાણ થતા જ ધંધુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. જેઓએ સમયસર આગને કાબૂમાં લઇ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આસપાસનાં વાહનોને મોટા પાયે નુકશાન થવાની ભીતિ છે. ટ્રકમાં રહેલો ટોક્સિક ક્લોરાઇન એ ઝેરી ગેસ છે. જેના કારણે આંખ અને નાકમાં બળતરા થાય છે.

આ ઉપરાંત જેને તેની અસર થાય તેણે ભીનું કપડું રાખવું જરૂરી છે. આ ગેસનો ઉપયોગ ફેક્ટરીમાં ગંદુ પાણી સાફ કરવા માટે થતો હોય છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં વધારે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ બ્લાસ્ટ આખરે કયા કારણોસર થયો તે અંગે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોનાથી બગડતી સ્થિતિનો તાગ મેળવવા CM અને DyCM આજે સુરત જશે