Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના: ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો

મામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના: ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો

0
330
  • ગુમ થયેલી 7 વર્ષની માસૂમ ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો
  • આરોપીએ બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી
  • ખુશીની માતાએ ભીખાને ધરમનો ભાઈ બનાવ્યો હતો

અમદાવાદ : સોલા વિસ્તારમાં ઘર નજીકથી શનિવારે સાંજે ગુમ થયેલી 7 વર્ષની માસૂમ ખુશીનો હત્યારો મામો નીકળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ઉર્ફે ભીખો નરોત્તમ મિસ્ત્રીની ધરપકડ કરીને ખુશી અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે. માતાએ જેણે ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાવેશને ખુશી મામા કહીને બોલાવતી હતી. તે દિવસે સાંજે ઘર પાસે રમતી માસૂમ ખુશી કોઈ ડર વગર મામા ભાવેશ સાથે ગઈ હતી. બાળકીને રિક્ષામાં બેસાડી વૈષ્ણોદેવી સર્કલ (Ahmedabad Crime News) અને ત્યાંથી ચાલતાં ઓગણજ પાસે ઝાડીઓમાં આરોપી લઈ ગયો હતો. બાળકી સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માસુમે બુમો પાડી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી નાંખી હતી.

ઘર પાસે રમતી 7 વર્ષની ખુશી ગુમ થઈ

સોલાના ગોતા (Ahmedabad Crime News) હાઉસિંગ વિસ્તારમાં રાજેશ રાઠોડ તેમની પત્ની અને 7 વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની 7 વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી. જો કે મોડી સાંજે દીકરી ઘરે ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી.

સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સોલા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સોલા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ બાળકીની શોધખોળમાં લાગી હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસિંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે પીઆઈ જે.પી.જાડેજાએ મોટા ભાગના સ્ટાફને કામે લગાડ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બારડની ટીમને બાતમી મળી

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી.બારડ, પીએસઆઈ એમ.એચ.શિણોલ, હે.કો.બટુકસિંહ ચન્દ્રસિંહ, પોકો નારણભાઇ પ્રભાતભાઈ અને દીક્ષિત મહેન્દ્રભાઈ ખુશીને શોધવામાં લાગ્યા હતાં. દરમ્યાનમાં આરોપી ભીખા અંગે બાતમી મળી હતી. ભીખાને શંકાસ્પદ ગણી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.

ભીખો પોપટની જેમ બોલ્યો

પોલીસની પૂછપરછમાં ગોળ ગોળ જવાબ આપતા ભીખાની ક્રાઈમ બ્રાન્ચ સ્ટાઈલથી પૂછપરછ કરતા પોપટની જેમ બોલવા લાગ્યો હતો. ભીખાએ પોલીસ સમક્ષ ખુશી પર દુષ્કર્મ આચરવા તેનું અપહરણ કરી રિક્ષામાં વૈષ્ણોદેવી સર્કલ (Ahmedabad Crime News) સુધી અને ત્યાંથી ચાલતા બાળકીને ઓગણજ ટોલ પ્લાઝા પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. બાળકીના કપડાં કાઢી પોતે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા ખુશીએ બૂમો પાડી હતી. આથી આરોપીએ ગળું દબાવી બાળકીની હત્યા કરી જાણે કંઈ જ બન્યું નથી તેમ ઘરે આવી ગયો હતો.

હેવાનએ પોલીસને બાળકીનો મૃતદેહ બતાવ્યો

હેવાન ભીખાએ બાળકીની જે સ્થળે હત્યા કરી હતી. તે સ્થળે પોલીસને લઈ જઈ બાળકીનો નગ્ન હાલતમાં પડેલો મૃતદેહ બતાવ્યો હતો. પોલીસ પણ હેવાનના કૃત્યને જોઈ શમશમી ગઈ પણ કાયદાથી બંધાયેલી હતી. ક્રાઈમ બ્રાન્ચે ખુશીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ભીખાભાઈ ઉર્ફે ભીખા ઉર્ફે ભાવેશ નરોત્તમ મિસ્ત્રી (ઉં,46) ની ધરપકડ કરી હતી.

ખુશી માતાના ધરમના ભાઈ ભીખાને મામા કહેતી

ખુશીની માતાએ ભીખાને ધરમનો ભાઈ બનાવ્યો હતો. પોતાના ઘરે અવરજવર કરતા આરોપીને માસૂમ બાળકી મામા કહીને બોલાવતી હતી. જેથી જ બાળકી કોઈ ડર વગર મામા સાથે ચાલી નીકળી હતી. માસૂમને ક્યાં ખબર હતી કે, તે મામાના રૂપમાં આવેલા નરાધમ સાથે જઈ રહી છે.

બાપુનગરમાં સંગીતાની હત્યાનો ભેદ વણ ઉકેલ્યો

11 વર્ષ અગાઉ પણ બાપુનગર વિસ્તારમાં ગત તા.3 ફેબ્રુઆરી,2009માં ઘરેથી ગુમ 7 વર્ષની બાળકી સંગીતાનો મૃતદેહ મ્યુન્સીપલ સ્કૂલના ટોઈલેટમાંથી મળ્યો હતો. બાળકી પર દુષ્કર્મ આચરી હત્યારાએ તેની હત્યા કરી હતી. ઘટનાના 11 વર્ષ બાદ પણ દુષ્કર્મ વિથ મર્ડરના આ ગુનાનો ભેદ ઉકેલાયો નથી.