Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: નશા માટે કફ સીરપનો ઉપયોગ!, 4900 બોટલ સાથે બેની ધરપકડ

અમદાવાદ: નશા માટે કફ સીરપનો ઉપયોગ!, 4900 બોટલ સાથે બેની ધરપકડ

0
73
  • લાઇસન્સ વગર દવાનું વેચાણ

  • બાવળાના વેપારી પાસેથી કફ સીરપની 1169 બોતલો જપ્ત કરી 

અમદાવાદ: કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે નશા માટે કેફી પદાર્થ સરળતાથી બજારમાં ઉપલબ્ધ નથી. એવામાં લોકો નશો કરવા માટે ઉધરસની દવા (Ahmedabad Cough Syrup)નો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્યના અમદાવાદ (Ahmedabad Cough Syrup) માં લાઇસન્સ વિના આ ઉધરસની દવાઓ વેચવાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરિંગ સેલે આ અંગે ફરિયાદ મળવા પર બે ગોડાઉનમાંથી કફ સીરપની 4,942 બોટલ જપ્ત કરી છે.

આ મામલે અધિકારીઓએ ગુરુવારે બાવળા તાલુકાના ચિયાડા ગામના રહેવાસી કિરણ સિંહ ચૌહાણના બાવળા APMC માર્કેટના પાછળ બનેલા ગોડાઉનમાંથી કફ સીરપની (Ahmedabad Cough Syrup) 1169 બોતલો જપ્ત કરી છે. જેની કિંમત એક લાખ 28 હજાર રૂપિયા બતાવવામાં આવી છે.

આ પણ વાંચો: દાહોદ: એક જ પરિવારના 5 સભ્યોના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચાર

આ અંગે સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓએ જણાવ્યું કે, અમને છેલ્લા કેટલાક સમયથી સતત ફરિયાદ મળી રહી હતી કે, બાવળા અને સાણંદ તાલુકામાં લાઇસન્સ વગર કફ સીરપ વેચાઇ રહી છે. આ દવાઓમાં કેફિન પદાર્થો મળ્યા છે.

અધિકારીઓના જણાવ્ય પ્રમાણે, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ મોનીટરિંગ સેલે એપીએમસી માર્કેટ પાછળ બનેલા ગોડાઉનમાં દરોડા પાડીને સીરપની 1169 બોતલો જપ્ત કરી (Ahmedabad Cough Syrup) છે. જેની કિંમત એક લાખ 28 હજાર રૂપિયા છે. આ સિવાય બાવળાના મિહિર પટેલની પણ અટકાયત છે. તેના ગોડાઉનમાંથી કફ સીરપની 3773 બોટલો મળી છે, જેની કિંમત ચાર લાખ 44 હજાર રૂપિયા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી લાઇસન્સ વગર આ દવાઓનું વેચાણ કરી રહ્યા હતા. બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.

આ પણ વાંચો: ‘કોરોના કશું જ નથી, હું બાહુબલી છું અને રહેવાનો’ BJPના સંક્રમિત MLAનો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક જગ્યાએ લાઇસન્સ વગર કે ડોક્ટરની પ્રીસ્ક્રિપ્શન વગર દવાઓનું ધૂમ વેચાણ થાય છે.

ગુજરાતમાં એમ તો દારૂબંધીનો કાયદો લાગૂ છે પણ તે માત્ર કાગળ ઉપર જ છે. ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાની અનેક ફરિયાદો મળી છે. જ્યારે પોલીસે પણ અનેક જગ્યાએથી દારૂનો જથ્થો કબ્જો કરતી હોય છે.