Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ સિવિલમાં દર્દીના મોત બાદ સગાએ ડૉક્ટરને માર્યો લાફો, તબીબ હડતાળ પર

અમદાવાદ સિવિલમાં દર્દીના મોત બાદ સગાએ ડૉક્ટરને માર્યો લાફો, તબીબ હડતાળ પર

0
192

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. ફરી એક વખત સિવિલ હોસ્પિટલના ડોકટર્સની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

અમદાવાદ સિવિલમાં ફરી ડૉક્ટર્સની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હંગામો કર્યો હતો, જેમાં દર્દીના સગાએ ડૉક્ટરને તમાચો મારી દીધો હતો તે બાદ ઇમરજન્સી વોર્ડના ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોચ્યો હતો અને મામલાને શાંત કરાવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન ડોકટર્સની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં એક દર્દીના મૃત્યુ બાદ રોષે ભરાયેલા સગાએ ડોકટરને લાફોં ઝીંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. આ બનાવને લઈ ઇમરર્જન્સી વોર્ડના ડોકટર્સ હડતાળ પર ઉતરી ગયા હતા અને કોઈ પણ ઈમરજન્સી કેસ હાથમાં નહી લઈએ તેવો નિર્ણય લીધો હતો .આ બનાવની જાણ પોલીસને થતાં જ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો.અને મામલો શાંત કરાવ્યો હતો.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સાથે જોડાયેલા પૂર્વ ઓફિસરને નોકરી કેમ? મોદી સરકારને કોર્ટની ફટકાર