Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચિરીપાલ ગ્રુપની ફેકટરીમાં બનેલી ઘટના અંગે મુખ્યમંત્રીને વધુ એક પત્ર

ચિરીપાલ ગ્રુપની ફેકટરીમાં બનેલી ઘટના અંગે મુખ્યમંત્રીને વધુ એક પત્ર

0
42
  • GPCBના અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરરીતિનો આક્ષેપ
  •  કાર્યવાહી નહીં થાય તો વધુ કામદારોનો મોત થવાની દહેશત
  • છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કેટલી આગ લાગી તપાસ કરવા માંગ

અમદાવાદઃઅમદાવાદની ચિરીપાલ ગ્રુપ (Chiripal group)ની ફેકટરીઓમાં તાજેતરમાં થયેલી માનવ હોનારતો અંગે મુખ્યમંત્રી વિજય રુપાણી (CM Vijay Rupani)ને વધુ એક પત્ર લખાયો છે. હવે સામાજિક કાર્યકર કેતન પરમારે સીએમને આ ચિરીપાલની ઘટનાઓ અંગે કાર્યવાહી કરવાની માગ કરી છે.

ધોળી ગામની સીમમાં આવેલી ચિરીપાલ ગ્રુપ (Chiripal group)ની વિશાલ ફેબ્રિક્સમાં ગેસ ગળતરના કારણે 4 યુવા સફાઇ કામદારોના મત્યુ નિપજયા હતા. આ ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ કરીને જવાબદારોને પાઠ ભણાવવા અંગે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોંલકીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

હવે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટાવણના સામાજિક કાર્યકર કેતન પરમારે (Social worker Ketan Parmar) પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. મુખ્યંમત્રીને ઉદ્દેશીને લખેલા આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જીપીસીબીની અમી દ્દષ્ટિ હોવાથી કંપનીમાં ગેરરીતિ ચાલે છે. જવાબદાર અધિકારીઓના પાપના કારણે ચાર કામદારોએ જીવ ગુમાવ્યા છે. જો સરકાર કોઇ પગલાં નહીં ભરે તો હજુ પણ આ પ્રકારે લોકો મરતા જ રહેશે.

આ પણ વાંચોઃ ચિરીપાલ ગ્રુપની ઘટનાઓમાં ભીનું સંકેલાય છેઃ દસાડાના MLAનો આરોપ

વીમો પકવવા આગ જાતે લગાડાતી હોવાનો આરોપ

હવે સામાજિક કાર્યકર કેતન પરમારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે

“અમદાવાદમાં પણ ચિરીપાલ ગ્રુપની કંપનીઓમાં દર વર્ષે આગ લાગવાના બનાવો બને છે. જેમાં અસંખ્ય કામદારો મત્યુ પામે છે. અમોને જાણવા મળ્યા મુજબ કંપનીઓ પોતાનો વીમો પાસ કરાવવા જાતે આગ લગાડતી હોય છે. જેમાં ભ્રષ્ટ્રાચાર આચરી પુરાવાનો નાશ કરી ભીનું સંકેલવામાં આવે છે. તો આ તમામ બાબતોની ગંભીરતા જોઇ ચિરીપાલ ગ્રુપની તમામ કંપનીઓમા છેલ્લાં પાંચ વર્ષમાં બનેલા આગ અને અન્ય દુર્ઘટનાના બનાવોની નિષ્પક્ષ તપાસવી જરૂરી છે.”

આ બનાવમાં જવાબદાર કંપનીના માલિક, જનરલ મેનેજર, એચ.આર. મેનેજર, ગુજરાત પ્રદૂષણ બોર્ડના જવાબદાર તમામ અધિકારીઓ વિરુધ્ધ ગુનો નોંધી કારયેદસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ પૂર્વ DGP ચિતરંજન સિંહ 4 મજૂરને ભરખી જનાર ચિરીપાલની વિશાલ ફેબ્રિક્સમાં ડાયરેક્ટર

ધોળી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં 12 અલગ-અલગ કંપનીઓ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટાવણ મુકામે રહેતાં સામાજિક કાર્યકર કેતન પરમારે રાજયના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના ધોળી ગામની સીમમાં ચિરીપાલ ગ્રુપના ધોળી ઇન્ડસ્ટ્રીઝ સ્પીનીંગ પાર્કમાં 12 જેટલી અલગ અલગ કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીઓમાં વેસ્ટ પાણીના નિકાલ માટે એક ઇ.ટી.પી. પ્લાન્ટ આવેલ છે.

આ ઇ.ટી.પી. પ્લાન્ટમાં કેમીકલ પાઇપલાઇનમાં લીકેજ થતાં વિશાલ ફ્રેબિકસ નામની કંપનીના ચાર કામદારો રિપેરીંગ કરવા પ્લાન્ટમાં સાકડી જગ્યામાં ઉતર્યા હતા. પ્લાન્ટમાં કેમીકલ લીકેજ હોવાથી ઝેરી કેમિકલમાં એક કામદારને અસર થતાં તે સ્થળ પર જ મત્યુ પામ્યો હતો.

આ કામદારને બચાવવા જતાં બીજા ત્રણ કામદારો પણ પ્લાન્ટની સાકડી જગ્યામાં ઉતર્યા હતા. તેઓ પણ ઝેરી કેમિકલથી મરણ પામ્યા હતા.

મરણ પામેલા તમામ કામદારોને કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર ખૂબ જ જોખમકારક ઝેરી કેમીકલવાળા પ્લાન્ટમાં ઉતારવામાં આવ્યા હતા. આ તમામ કામદારોના મત્યુ થયા હતા. કંપની દ્રારા કર્મચારીઓની સુરક્ષા માટે કોઇપણ પ્રકારના ફાયરના સાધનો અને સ્ટાફની વ્યવસ્થા સ્થળ પર કરેલી ન હતી.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં એક જ દિવસમાં 2 કંપનીએ 6 કામદારોના જીવ લીધા

આ કંપનીઓની કામગીરી અને સુવિધાઓનુ નિરીક્ષણ નિયમાનુસાર ઉદ્યોગ કમિશ્નરની કચેરી, શ્રમ અને રોજગાર કચેરી, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્રારા કરી કંપનીઓને જરૂરી સૂચના આપી તેનું પાલન કરાવવાનું હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્રારા ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા અને ઇ.ટી.પી. પ્લાન્ટની તમામ પ્રકારની મશીનરીની કામગીરી અને તેની ગુણવત્તા, પ્લાન્ટની ક્ષમતા બાબતે નિરીક્ષણ કરી દસ્તાવેજી અને સ્થળ પરના પુરાવા લઇ કંપનીને લેખિતમાં જરૂરી સૂચના આપી.

આ સૂચનાઓનું પાલન કરાવવાનું હોય છે. જયાં જયાં ખામી જણાય અને નિયમ વિરુધ્ધની કામગીરી જણાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરાવવાની હોય છે. આ કંપનીઓનો ઇ.ટી.પી. પ્લાન્ટમાં ક્ષમતા કરતા બમણો પ્રવાહી કચરો ઠાલવવામાં આવે છે. અને વધારાનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમીકલવાળું પ્રવાહી ગામની ગોચરની જમીનમાં ગેરકાયદેસર તળાવ બનાવી નાંખવામાં આવે છે.

જેના પરિણામે સમગ્ર જીવસષ્ટિ અને પર્યાવરણને નુકસાન થાય છે. આ તમામ કંપનીઓનું વાર્ષિક ઇન્સ્પેકશન પણ કરવામાં આવે છે. છતાં જીપીસીબીના અધિકારીઓ મોટો ભ્રષ્ટ્રાચાર કરી ગમે તેવી ગેરરીતિ ચલાવી લેતાં હોય છે. જવાબદાર અધિકારીઓના પાપના કારણે ચાર કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામા નહી આવે તો લોકો મરતા જ રહેશે. આ કંપનીઓને તથા અધિકારીઓને માનવીની જીંદગીની કોઇ કિંમત નથી.