Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: શાહીબાગમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: શાહીબાગમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, વિદ્યાર્થિનીનું મોત

0
780

અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઘેવર સર્કલ પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હેતાંશી પટેલ (ઉં.વ.18) વિદ્યાર્થિની પોતાની એક્ટિવા લઈને ટ્યૂશન ક્લાસે જઈ રહી હતી. ત્યારે શહેરના શાહીબાગના ઘેવર સર્કલ પાસે તેને ડમ્પરે ટક્કર મારી હતી અને ડમ્પરનું વ્હીલ વિદ્યાર્થિનીના માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાઈડસ દૂર્ઘટના: એક પિતાએ પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો, બીજાની અંતિમ વિધિમાં આખું ગામ રડ્યું