Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં આજથી AMTS-BRTS બસ સેવાનો પ્રારંભ

અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં આજથી AMTS-BRTS બસ સેવાનો પ્રારંભ

0
54
  • પૂર્વથી પશ્ચિમ તરફ અમદાવાદમાં AMTS-BRTS બસ આજથી શરૂ 
  • 50 ટકા પેસેન્જર સાથે જ બસો ફરી વાર રૂટ પર દોડશે
  • ફરજિયાત માસ્ક પહેરીને અને હાથને સેનેટાઇઝ કરીને જ મુસાફરી કરી શકાશે

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકડાઉન દરમ્યાન બંધ કરવામાં આવેલી AMTS-BRTS બસો (Ahmedabad AMTS BRTS bus news) આજથી ફરીથી શરૂ થઇ ગઇ છે. આજથી ફરી રાબેતા મુજબ પૂર્વથી પશ્ચિમ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. AMC દ્વારા આજથી AMTS-BRTS બસ સેવા 50 ટકા પેસેન્જર સાથે પૂર્વથી પશ્ચિમ રૂટ પર શરૂ કરવામાં આવી રહી છે. જો કે તંત્ર દ્વારા કોરોનાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાને લઇને તાકીદ પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારનાં આદેશ અનુસાર આજે તારીખ 10મી સપ્ટેમ્બરથી મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ અને BRTSની બસો લોકડાઉન પહેલાંની સ્થિતિ મુજબ શહેરનાં તમામ રૂટો પર દોડતી થઈ જશે.

શહેરનાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગાઇડલાઇન અનુસાર 50 ટકા કેપેસિટી સાથે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસની 149 રૂટ પરની કુલ 700 બસો તથા BRTSના 13 રૂટો પર 222 જેટલી બસો (Ahmedabad AMTS BRTS bus news) આજ સવારના 6થી રાત્રિના 11 વાગ્યા સુધી શહેરના તમામ માર્ગો પર શરૂ કરી દેવાઇ છે. વધુમાં તમને જણાવી દઇએ કે કોરોનાની ગાઇડલાઇન અનુસાર બસમાં ઉભા રહીને કે લટકીને મુસાફરી થઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 95 હજારથી વધુ નવા કેસ

કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઇડલાઇન અનુસાર ઓટો રિક્ષામાં માત્ર બે પેસેન્જર જ મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કેબ-ટેક્સીમાં બે મુસાફર જ પ્રવાસ કરી શકશે. જો સીટિંગ કેપેસિટી 6 કે તેથી વધુ હશે તો ડ્રાઈવર સહિત અન્ય 3 લોકો મુસાફરી કરી શકશે.

જાણો કોરોના કહેર વચ્ચે લોકોએ શું કાળજી રાખવી પડશે?

– મુસાફરોએ બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
– AMTSમાં કંડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું રહેશે.
– 50 ટકા મુસાફરોએ જ બસમાં બેસવાનું રહેશે.
– ફરજિયાત માસ્ક પહેરીને જ બસમાં બેસવાનું રહેશે.
– મુસાફરી કરતી વખતે હાથને સેનેટાઇઝ કરવાના રહેશે.
– વેલિડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.

રાજ્યમાં કોરોના કહેર યથાવત

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update) ગઇ કાલે સાંજ સુધીમાં છેલ્લાં 24 કલાકમાં 1329 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,295એ પહોંચી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3152 એ પહોંચ્યો છે. મહાનગરો સુરતમાં 266, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કોરોના કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.

આ પણ વાંચોઃ કોરોના ગ્રહણ : 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટ 4 દિવસ બંધ