Gujarat Exclusive > રાજનીતિ > પૂર્વ PM ચંદ્રશેખરના પૂત્ર નીરજ શેખરે રાજ્યસભાના સભ્યપદથી રાજીનામા આપ્યા બાદ BJPમાં જોડાયા

પૂર્વ PM ચંદ્રશેખરના પૂત્ર નીરજ શેખરે રાજ્યસભાના સભ્યપદથી રાજીનામા આપ્યા બાદ BJPમાં જોડાયા

0
398

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પૂત્ર નીરજ શેખરે રાજ્યસભાની સભ્ય પદથી રાજીનામું આપી દીધું છે. તેમણે સમાજવાદી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. નીરજ શેખર બીજેપીનો ખેશ ધારણ કરી લીધો છે. નીરજ શેખરનો રાજ્યસભાનો કાર્યકાળ નવેમ્બર 2020 સુધી હતો. ચર્ચા છે કે, બીજેપી 2020માં યૂપીથી નીરજ શેખરને રાજ્યસભામાં પણ મોકલી શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે, પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર ઉપર લખેલ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશની પુસ્તક ‘ચંદ્રશેખર- દ લાસ્ટ આઈકોન ઓફ આઈડિયોલોજિકલ પોલિટિક્સ’નુ વિમોચન નરેન્દ્ર મોદી કરશે. પુસ્તક વિમોચન પહેલા નીરજ શેખર બીજેપીમાં શામેલ થઈ જશે. જણાવી દઈએ કે, આ વખતે નીરજ શેખરે લોકસભા ચૂંટણીમાં સપાથી તેમની પરંપરાગત સીટ બાલીયાથી ટિકિટ માંગી હતી. જોકે સપાએ તેમને ટિકિટ આપી ન હતી.

તે પછી નીરજ શેખર કથિત રીતે અખિલેશ યાદવ અને પાર્ટી નેતૃત્વથી નારાજ ચાલી રહ્યાં હતા. જણાવી દઈએ કે પિતા ચંદ્રશેખરના મૃત્યુ પછી પ્રથમ વાર ચુંટણી 2007માં બલીયાથી લડી હતી અને ત્યાંથી તેઓ જીત્યા પણ હતા. આ પેટાચૂંટણીમાં લગભગ ત્રણ લાખ વોટોથી જીત મેળવી હતી. તે પછી 2009માં પણ આ સીટથી સાંસદ બન્યા હતા. જોકે 2014માં બીજેપીના ઉમ્મેદવાર ભરત સિંહે નીરજ શેખરને હરાવ્યા હતા.

કર્ણાટક સંકટ: બળવાખોર ધારાસભ્યની અરજી પર સુપ્રિમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય