Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CCTV: હાઈકોર્ટના વકીલ હર્ષ સુરતીની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને 22 લાખની સોપારી આપી

CCTV: હાઈકોર્ટના વકીલ હર્ષ સુરતીની હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને 22 લાખની સોપારી આપી

0
535

હર્ષ સુરતીના બંગલોની રેકી કરી ફોટા પાડતા આરોપીઓ CCTVમાં કેદ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના વકીલ હર્ષ સુરતી (Advocate Harsh Surti)ની હત્યા માટે કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલે કોન્ટ્રાક્ટ કિલર નૈશલ ઠાકોરને રૂ.22 લાખમાં સોપારી આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. વકીલ હર્ષ સુરતીએ ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે આરોપીઓ વિરૂધ ફરિયાદ નોંધાવી છે. સુરતી (Advocate Harsh Surti)ના ઘરની રેકી કરી બંગલોના ફોટા પાડતાં આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા હતા. બે આરોપીઓ વચ્ચેની વાતચીતમાં કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપ્યાનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.

5 આરોપી વિરૂધ્ધ ફરિયાદ

વકીલ સુરતી (Advocate Harsh Surti)એ પ્રજ્ઞેશ હર્ષદ પટેલ રહે. હરીશાંતિ બંગલો, ગોકુલ રિસોર્ટની ગલી, ગોતા, નૈશલ ઠાકોર રહે.વિસામો ફ્લેટ, વાસણા, હાર્દીક પટેલ રહે.વાસણા ગામ, સમ્રાટ ઉર્ફ સમો રહે, રાજીવનગર, સેટેલાઈટ અને યાસીનશાં મોતિશાં ફકીર રહે, રીયલ રેસિડેન્સી, વિશાલા સર્કલ, વેજલપુર વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: વડોદરાની SSG હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા

હત્યાનો કારસો રચ્યાનું રેકોર્ડીંગ આવ્યું

હર્ષ સુરતી (Advocate Harsh Surti)ને ગત માર્ચ મહિનામાં હિતેષ ઠાકોરે જણાવ્યું કે, પ્રજ્ઞેશ પટેલ અને તેના મળતીયાઓ તમારી હત્યાનું કાવતરૂ રચી રહ્યા છે, ગમે તે સમયે તમારૂ ખુન કરાવી નાંખશે. ગત તા.18 જૂનના રોજ હિતેષ ઠાકોરે વકીલ સુરતી (Advocate Harsh Surti)ને રેકોર્ડીંગ સંભળાવ્યું હતું. જેમાં હિતેષના ઘરેથી સમ્રાટ ફોન પર સ્પીકર કરી નૈશલ ઠાકોર જોડે વાત કરે છે. આ વાતચીતમાં સમ્રાટ ઉર્ફ સમો, નૈશલ, હાર્દીક અને પ્રજ્ઞેશ વકીલ સુરતીની હત્યાનો કારસો ઘડી રહ્યાની વિગત હતી.

યાસીનશાંએ કહ્યું આપડી દુશ્મની થઈ જશે

મિત્ર સુજલ શાહે વકીલ સુરતી (Advocate Harsh Surti)ને ગત તા.23મી જુલાઈએ જણાવ્યું કે, તમારી હત્યાની રૂ.22 લાખની સોપારી કોન્ટ્રાક્ટ કિલર નૈશલને અપાઈ છે. તે મુદ્દે યાસીનશાં સમાધાન માટે મળવા માંગે છે. આથી આણંદ પાસેની હોટલમાં વકીલ સુરતી (Advocate Harsh Surti) મિત્રો સાથે પહોંચ્યા હતા. જયાં હોટલના પાર્કિંગમાં યાસીનશાં જણાવે છે કે, તમારી હત્યા માટે નૈશલે ત્રણ માણસોને રૂ.ત્રણ-ત્રણ લાખ આપી તમારી પાછળ લગાવ્યા છે. તમારે સમાધાન કરવું હોય તો રૂ.2 કે 5 લાખનું ના વિચારતા નૈશલને રૂ.22 લાખ આપવા પડશે. તે પછી સુરતી અને તેના મિત્રો કારમાં બેસી નિકળી જાય છે. તે સમયે કાર પાસે આવી યાસીનશાંએ જણાવ્યું કે, આ વાતચીતનું તમે કોઈ રેકોર્ડિંગ નથી કર્યું ને, નહી તો નૈશલ બાજુમાં રહેશે અને મારી અને તમારી વચ્ચે દુશ્મનાવટ થઈ જશે.

આ પણ વાંચો: કલોલના સાતેજમાં 22 ફુટ ઉંચી લોંખડની સીડીએ પાંચ મજૂરોના ભોગ લીધા

બે બુકાનીધારીઓએ બંગલાના ફોટા પાડ્યા

વકીલ સુરતીના બંગલો પાસે ગત તા.28મી જુલાઈ 2020એ પરોઢે 4.41 વાગ્યે નંબર પ્લેટ વગરની વ્હાઇટ સ્વિફ્ટ કાર રોકાઈ હતી. આ અગાઉ પણ ગત તારીખ 17 સપ્ટેમ્બર 2019ના રોજ પરોઢે 4.10 વાગ્યે નંબર પ્લેટ વગરની એક્ટિવા પર આવેલા મોંઢા પર રૂમાલ બાંધેલા બે બુકાનીધારી યુવકો સોસાયટીમાં આવી હર્ષ સુરતીના બંગલાના ફોટો પાડતા જોવા મળ્યા હતા. આ બન્ને ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઓફિસ જતી વખતે પણ શંકાસ્પદ વ્યક્તિઓ પીછો કરતા હોવાનું વકીલ હર્ષ સુરતીને લાગ્યું હતું. બનાવ અંગે તેઓએ કોલ રેકોર્ડીંગ, સીસીટીવી ફૂટેજ વગેરે રજુ કરી આરોપીઓ વિરૂધ્ધ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.