Gujarat Exclusive > દેશ-વિદેશ > ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરની એડવર્ટાઈઝની કિંમત કેટલી?

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર રામ મંદિરની એડવર્ટાઈઝની કિંમત કેટલી?

0
52
  • ટાઈમ્સ સ્ક્વેર વિશ્વના સૌથી વ્યસ્ત સ્થળોમાંથી એક

  • અયોધ્યા જ નહીં અમેરિકામાં પણ ગુંજશે “જય શ્રી રામ”નો નારો

ન્યૂયોર્ક: આગામી 5 ઓગસ્ટે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) ભૂમિ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ભાગ લેવાના છે. આ અવસરને ભારત જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ખાસ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

5 ઓગસ્ટે ન્યૂયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર પર 3D બીમ્સ મારફતે ભગવાન રામ અને વડાપ્રધાન મોદીની તસ્વીરો જોવા મળશે. રામ મંદિર ભૂમિ પૂજનની આ ઈવેન્ટ માટે અહીં જાહેરખબર આપવામાં આવી છે.

તો રામ મંદિરના ભૂમિ પૂજનના દિવસે ન્યૂયોર્કમાં આ પ્રકારની એડવર્ટાઈઝનું શું મહત્વ છે? આ સાથે જ અહીં એડવર્ટાઈઝ પાછળ કેટલો ખર્ચો થશે? આ તમામ પ્રશ્નો તમારા મનમાં ઉઠતા હોય, તો અમે તેના વિશે વિસ્તૃતથી જાણકારી આપીશું…

વિશ્વના સૌથી ભીડભાડ વાળા સ્થળોમાંથી એક
વિશ્વભરમાં અનેક એવા ટૂરિસ્ટ સ્પૉટ છે, જ્યાં દરરોજ લાખો લોકો આવે છે. જો કે ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વૅર પર રોજ અને વર્ષે જેટલા લોકો આવે છે, તેટલા વિશ્વના કોઈ અન્ય ઠેકાણે નથી આવતા. ટૂરિસ્ટ માટે આ સૌથી પસંદગીનું સ્થળ છે.

ટાઈમ્સ સ્ક્વેરની સત્તાવાર વેબસાઈટ અનુસાર, લગભગ 3.80 લાખ લોકો દરરોજ ટાઈમ્સ સ્ક્વેર ખાતેથી પસાર થાય છે. આ સિવાય 1.15 લાખ લોકો એવા છે, જે પોતાની કાર કે બસ મારફતે અહીંથી પસાર થાય છે. આ સાથે જ જણાવાયું છે કે, સૌથી વ્યસ્ત દિવસોમાં ટાઈમ્સ સ્ક્વેરમાં 4.60 લાખ લોકો એક જ દિવસમાં આવ્યા હતા.

આ પણ વાંચો: અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી

ટાઈમ્સ સ્ક્વેરમાં લોકો માત્ર ફરવા માટે જ નથી આવતા, પરંતુ અહીં લાખો લોકો કામ પણ કરે છે. એક રીતે જોઈએ તો, આ એક વ્યસ્ત કૉમર્શિયલ એરિયા છે. જો ફરવા આવનાર લોકોવી વાત કરીએ તો, અહીં સૂરજ અસ્ત થયા બાદ સૌથી વધુ લોકો મુલાકાત માટે આવતા હોય છે. જેને પગલે અહીં રાત્રે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ કરવી અસરકારક નીવડે છે.

અનેક મોટી કંપનીઓ આજ સમય પસંદ કરે છે. કહેવાય છે કે, સાંજે 7 થી રાતના 1 વાગ્યા સુધી અહીં 85 હજાર લોકો દરરોજ આવે છે.

ટાઈમ્સ સ્ક્વેર પર એડવાર્ટાઈઝની કિંમત
ટાઈમ્સ સ્ક્વેર પર એડવર્ટાઈઝ આપવાની કિંમત ઈન્ટરનેટ પર અનેક સાઈટોમાં દર્શાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ષ માટે ટાઈમ્સ સ્ક્વેર પર એડવર્ટાઈઝ માટે 1.1 મિલિયન થી લઈને 3 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 30 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

જો તમે માત્ર એક જ દિવસ માટે એડવર્ટાઈઝ આપવા ઈચ્છો છો, તો તમારે 5 હજાર ડૉલરથી લઈને 50 હજાર ડૉલર (અંદાજિત 38 લાખ રૂપિયા) સુધીનું ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો:  CISFના જવાનોએ આપવી પડશે સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગત, નહીં તો થશે કાર્યવાહી

આ સિવાય જો તમે ઈચ્છો કે, ટાઈમ્સ સ્ક્વેરની સૌથી મોટી ઈમારત પર તમારી એડવર્ટાઈઝ દેખાય, આ માટે તમારે એક મહિનાના 22 કરોડ રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

જેનો સીધો અર્થએ થાય છે કે, ટાઈમ્સ સ્ક્વેર પર એડવર્ટાઈઝ માટે વિશ્વની સૌથી મોંઘી જગ્યાઓમાંથી એક છે. ઓનલાઈન સર્ચ કરવાથી જાણવા મળે છે કે, ગૂગલ અને ફેસબૂક પર એડવર્ટાઈઝ આપવાની સરખામણીએ ટાઈમ્સ સ્ક્વેરમાં જાહેરખબર આપવા માટે 4.25 ટકા જેટલી વધુ કિંમત ચૂકવવી પડે છે.

ટાઈમ્સ સ્ક્વેર પર 5 ઓગસ્ટે શું થશે?
આ અંગે વાત કરતા ઈન્ડિયન પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સેવાનીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા માટે અને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ટાઈમ્સ સ્ક્વેરની એક મોટી નૈસ્ડૉક સ્ક્રીન અને 17,000 સ્ક્વેર ફિટની રૈપ-અરાઉન્ડ LED ડિસપ્લે સ્ક્રીનને આ માટે બુક કરવામાં આવી છે.

એવું કહેવાય છે કે, આ ટાઈમ્સ સ્ક્વેરની સૌથી ઊંચી LED સ્ક્રીન છે. 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી આ સ્ક્રીન પર હીન્દી અને અંગ્રેજીમાં “જય શ્રી રામ” લખેલું જોવા મળશે. આ સાથે જ ભગવાન રામની તસ્વીર, PM મોદીના ભૂમિ પૂજન કરતાં ફોટો પણ સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આ સાથે જ અહીં મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થશે અને એકબીજાને મિઠાઈ વેચશે.