Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > PM મોદીની મહાત્વાકાંક્ષી ‘આદર્શ ગ્રામ યોજના’ની તેમના જ મંત્રીઓ અને સાંસદોએ કાઢી નાંખી હવા

PM મોદીની મહાત્વાકાંક્ષી ‘આદર્શ ગ્રામ યોજના’ની તેમના જ મંત્રીઓ અને સાંસદોએ કાઢી નાંખી હવા

0
276

સાંસદ આદર્શ ગ્રામ યોજના વિશે તમે કદાચ સાંભળ્યું હશે. નહીં સાંભળ્યું હોય તો આજે અમને તેની માહિતી આપી રહ્યાં છીએ તેથી વાંચીને પોતાના જ્ઞાનમાં વધારો કરી લો. સાંસદ આદર્શ યોજના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી સ્કીમ હતી. આ સ્કિમ મોદી દ્વારા વર્ષ 2014માં એટલે પ્રથમ વખત સત્તામાં આવ્યા ત્યારે લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કિમ હેઠળ બધા જ સાંસદોએ પોતાના મતક્ષેત્રમાં એક-એક ગામને ખોળે લેવાનો હતો. ખોળે લીધેલ ગામડાઓને “આદર્શ ગામ”ની જેમ વિકસિત કરવાના હતા, જેથી બીજા ગામડાઓ માટે આ ગામડાઓ એક ઉદાહરણ રૂપ બની શકે.

પરંતુ મોદી સરકારના જોત-જોતામાં પાંચ વર્ષ વીતિ ગયા. સરકાર ફરીથી ખુબ જ મોટી બહુમતી સાથે જીતીને સત્તામાં પણ આવી ગઈ. ચૂંટણી દરમિયાન પણ મોદી સરકારના મંત્રીઓએ સાસદ આદર્શ ગ્રામ યોજના સુપર હિટ હોવાની વાતો કરવામાં આવી. જોકે, હવે આદર્શ ગ્રામ યોજનાને લઈને વધુ એક એવી માહિતી સામે આવી છે, જેને લઈને મોદી સરકારના મંત્રીઓ અને સાંસદોને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે…જે મંત્રાલય હેઠળ આ યોજના ચાલી રહી છે, તેને જ જણાવ્યું છે કે, આ યોજના હેઠળ આપવામાં આવેલ લગભગ અડધા જ પ્રોજેક્ટ પૂરા થઈ શક્યા છે. હજું પણ અડધો-અડધ પ્રોજેક્ટ પાંચ વર્ષના બાદ પણ અધુરા છે.

અમે વાત કરી રહ્યાં છીએ ગ્રામીણ વિકાસ મંત્રાલયની. ગ્રામીણ વિકાસ મંત્રાલયે પોતાનો નવો એક્શન પ્લાન રિપોર્ટ પોતાની વેબસાઈટ પર શેર કર્યો છે. આ રિપોર્ટમાં મંત્રાલયે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટની અંદર આવનાર 35 ટકા પ્રોજેક્ટ હજું સુધી શરૂ જ કરી શકાયા નથી. જે મોદી સરકાર માટે ખુબ જ શરમજનક વાત ગણી શકાય.

તે ઉપરાંત પોતે મંત્રાલયે આની જાણકારી આપી છે કે, સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ 13 ટકા પ્રોજેક્ટ હજું પણ અધૂરા છે. આમ ગણીતના હિસાબથી જોઈએ તો લગભગ 52 ટકા એટલે અડધા જ પ્રોજેક્ટ પૂરા થઈ શક્યા છે…. અને આવું અમે કહી રહ્યાં નથી, સાંસદ ગ્રામ યોજનાનું કામકાજ સંભાળનાર મંત્રાલયે પોતે જ આની જાણકારી આપી છે.

આનો સીધો અર્થ તે લગાવી શકીએ છીએ કે, સાંસદોએ ભલે પછી તે કોઈપણ પાર્ટીના જ કેમ ના હોય તેમને અધુરૂ અને અડધું જ કામ કર્યું. સાંસદ આદર્શ યોજના વિશે તે પણ વાત થઈ રહી છે કે, આ યોજનાના પ્રથમ તબક્કામાં સાંસદોએ ખુબ જ ઉત્સાહિત થઈને કામ કર્યું હતુ. પરંતુ સાંસદોનો ઉત્સાહ ઝડપથી ઓગળી ગયો અને ત્રીજા તબક્કા સુધીમાં તેઓ રફુચક્કર થવા લાગ્યા. જેથી બન્યું એવું કે, એક તૃતિયાંશ જ સાંસદોએ ગામડાઓને ખોળે લેવામાં રૂચિ બતાવી..

 શું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના

વર્ષ 2014માં દેશમાં નરેન્દ્ર મોદી સરકારે ધમાકેદાર એન્ટ્રી કરી. તેના ચૂંટાયાના થોડા જ મહિનાઓ બાદ નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર પોતાનું ભાષણ આપી રહ્યાં હતા. આ ભાષણમાં જ તેમને સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઉલ્લેખ કર્યો અને તેની શરૂઆત કરી દીધી…

આ સ્કીમ હેઠળ બધા જ સાંસદોએ ગામડાઓને ખોળે લેવાના હતા અને તેમને આદર્શ ગ્રામ યોજના હેઠળ ડેવલપ કરવાના હતા…. રીત એવી હતી કે, બધા જ સાંસદ 2014થી 2019 વચ્ચે ત્રણ ગામડાઓને ખોળે લે અને આવનાર પાંચ વર્ષ એટલે 2024 સુધી પાંચ ગામડાઓને ખોળે લેવાના હતા.

ગ્રામીણ વિકાસ મંત્રાલયે પોતાના રિપોર્ટમાં યોજના વિશે જાણકારી આપી છે… મંત્રાલયે લખ્યું છે કે, “સંસદમાં સન્માનિય સભ્યોએ વડાપ્રધાનની યોજનાનો ઉત્સાહ સાથે સ્વાગત કર્યો છે. અને બધા જ સાંસદ મળીને દેશમાં 1,475 ગ્રામ પંચાયતનો વિકાસ કરી રહ્યાં છે.”

આ બધા જ ગામડાઓના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ સાંસદ વિકાસ ફંડ અને વિસ્તારના ધારાસભ્યને મળનાર વિકાસ ફંડનો ઉપયોગ કરીને ગામડાઓનો વિકાસ કરવામાં આવી શકે છે… આનો અર્થ તે કે, આ યોજનામાં ખર્ચ માટે કોઈ અલગથી પૈસાની ફાળવણી કરવામાં આવતી નથી.

લોકસભા સાંસદ પોતાના સંસદીય ક્ષેત્રમાં ગામ ખોળે લેશે, જેથી રાજ્યસભા સાંસદ પોતાના રાજ્યમાં એટલે જ્યાંથી તે ચૂંટાઇને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે…ત્યાના કોઈપણ એક જિલ્લાના અંદર ગામને ખોળે લઈ શકે છે.

આસમમાં વિનાશક પૂર: પાણીથી બચવા બેડરૂમમાં વાઘ ઘૂસતા હડકંપ