Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: અભિનેત્રી પાયલ રોહતગીએ એજાઝ ખાન વિરૂદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ: અભિનેત્રી પાયલ રોહતગીએ એજાઝ ખાન વિરૂદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

0
422

બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતગીએ શુક્રવારે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં અભિનેતા એજાઝ ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેણે એજાઝ પર પોતાના વિશે આપત્તિજનક વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. મુંબઈ પોલીસે અન્ય એક ગુનામાં ગુરૂવારે જ એજાઝ ખાનની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં રહેતી પાયલ રોગતગીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મેં અમદાવાદ શહેર પોલીસના સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. મને મારી સુરક્ષાની ચિંતા છે. આથી મેં ફરિયાદ દાખલ કરાવી છે.

રોહતગીએ આરોપ લગાવ્યો છે કે, ખાને તેના પર અને તેનની રાજનીતિક અને ધાર્મિક આસ્થા પર સવાલો ઉઠાવતા એક આપત્તિજનક વીડિયો બનાવ્યો છે. આ અંગે સાઈબર ક્રાઈમના પોલીસ કમિશ્નર જીતુ યાદવે જણાવ્યું કે, પોલીસને ખાન વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા રોહતગીની અરજી મળી છે. રોહતકી અને એજાઝ ખાન બન્ને રિયાલિટી શૉ બિગ બોસમાં અલગ-અલગ સિઝનમાં આવી ચૂક્યા છે.

રાજકોટમાં કાર ચાલકને હેલ્મેટનો ઇ-મેમો ફટકાર્યો, વાહનચાલકોમાં રમૂજ સાથે રોષ