Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ લીધા

ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ લીધા

0
465

ગુજરાતના 20માં રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યાં છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા છે.આ શપથ સમારોહમાં વિદાય લઇ રહેલા રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી. નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો રાજ્યપાલના પરિવારજનો, વરિષ્ઠ સચિવો, આમંત્રિતો તેમજ ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા . તેમજ મુખ્ય સચિવ ડૉ.જે.એન. સિંહે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરવામાં આવેલું રાજ્યપાલ નિમણૂંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિનું સંચાલન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધી આશ્રમ પહોચ્યા હતા અને ત્યા તેમને ચરખો ચલાવ્યો હતો.

જયારે આ પહેલા આચાર્ય દેવવ્રત ગઈકાલે સાંજે જ ગુજરાત આવી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર લાલ જાજમ પાથરી ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ તેમનું ઓ.પી. કોહલી તથા લેડી ગવર્નર અવિનાશ કોહલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.

તૃણમૂલની મહારેલીમાં મમતા બેનર્જીનો આરોપ- મોદી સરકારે ઈવીએમ દ્વારા કરી ગેરરીતી