Gujarat Exclusive > દેશ-વિદેશ > સેક્સ રેકેટમાં ફસાયેલી સગીરાનો ચોકાવનારો ખુલાસો, કહ્યું- રાત્રે ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી

સેક્સ રેકેટમાં ફસાયેલી સગીરાનો ચોકાવનારો ખુલાસો, કહ્યું- રાત્રે ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી

0
1112

બિહારના ભોજપુર જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહી એક સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યુ છે જેનાથી રાજ્યમાં સેક્સ રેકેટમાં રાજનેતાઓની મીલીભગત બહાર આવી રહી છે. સગીરાએ કોર્ટમાં આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે તેને એક ધારાસભ્ય પાસે મોકલવામાં આવતી હતી.જોકે, તેને કોઇ ધારાસભ્યનું નામ લીધુ નથી.

સેક્સ રેકેટનો પર્દાફાશ

2 દિવસ પહેલા બિહારના આરાની પીડિત યુવતીના માધ્યમથી ભોજપુરમાં પોલીસે પટણામાં ચાલી રહેલા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. આ સેક્સ રેકેટનો માસ્ટરમાઇન્ડ હજુ પણ ફરાર છે.

સગીરાએ દર્જ કરાવ્યુ નિવેદન

સગીરાએ 164 હેઠળ દર્જ કરાવેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે યુવતીઓને આરાની એક એન્જિનિયરના ઘરે અને હોટલમાં લઇ જવામાં આવતી હતી. પોલીસ આરોપી ધારાસભ્યની ઓળખ કરવા અને સેક્સ રેકેટ ચલાવનારા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં લાગેલી છે.

જોકે, આ મામલે આરાના એસપી સુશીલ કુમારે કહ્યું કે કિશોરીએ કોઇ ધારાસભ્યનું નામ લીધુ નથી, છતા પણ એક ધારાસભ્ય પાસે મોકલવાની વાત કહી છે. અમે આ મામલાના અંત સુધી જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

મૉબ લિંચિંગ: અનુરાગ કશ્યપ સહિત 49 હસ્તીઓએ PM મોદીને લખ્યો પત્ર