Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કુબેરનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની મિટિંગમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ

કુબેરનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની મિટિંગમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ

0
42

અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP)ની યોજાયેલી મિટિંગમાં વકીલો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થતા અંતે પોલીસે કોઈ પણ વાદ વિવાદ ઉભો ના થાય તે માટે અંતે કાર્યક્રમ કરવા મંજૂરી આપવી પડી હતી. પોલીસે વકીલોની ધરપકડ કરવાની પણ તજવીજ કરતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આ વિસ્તારમાં ચાલી રહ્યા દારૂના અડ્ડા મામલે ફરિયાદ કરવા ચિમકી આપતા પોલીસે શાંતિ પૂર્ણ કાર્યક્રમ કરવા મંજૂરી આપવી પડી હતી.

કુબેરનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ની મિટિંગમાં પાર્ટીના ઉપ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને મિટિંગમાં આવતા રોકવા તેમજ વકીલોને રોકવા સરદારનગર પોલીસે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી.. આ પ્રોગ્રામ રદ કરવા એડી ચોંટીનો જોર લગાવ્યા બાદ પણ અંતે પોલીસ નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો: PM મોદીનો 70મો જન્મદિવસ, દેશમાં 3.60 કરોડ યુવાનો બેરોજગાર : CMIE

આમ આદમી પાર્ટી (AAP)ની કુબેરનગરમાં આગામી અમદાવાદ મ્યુનિ કોર્પો.ની ચૂંટણી અને વકીલી પાર્ટીમાં યોજાયા તેની મિટિંગનો આયોજન કુબેરનગર વોર્ડના આપ (AAP)ના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર તથા લિગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચીએ એક મિટિંગનું આયોજન કર્યો હતો.

મિટિંગમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને દિલ્હીની કેજરીવાલ સરકાર જે રીતે કામ કરી રહી છે તેવી કામગીરી કરવા પડકાર ફેંક્યો હતો. ભાજપની સરકાર અદાણી અને અંબાણીના ઈશારે ચાલી રહી છે. દેશ અને રાજ્યને ખાનગીકરણના નામે વેચી દીધું છે. લોકોને પોતાની વાત રજુઆત કરવાનો પણ અધિકાર છીનવી લીધો છે. ગુજરાતની સરકાર જો દિલ્હી સરકારની કોઈ પણ એક યીજનાનો અમલ કરી બતાવે તો મારે આ ચૂંટણી લડવી નથી. લોકોને જાતિ કોમ ધર્મના નામે લડાવી સત્તા હાંસલ કરવામાં માને છે. જ્યારે આ વિસ્તારમાં ઇસરત એન્કાઉન્ટર અને અબ્દુલ લતીફનો એન્કાઉન્ટર અને નરોડા પાટિયા હત્યાકાંડમાં નિર્દોષી ની હત્યા કરી નરેન્દ્ર મોદી અમિત શાહ દિલ્લીમાં રાજ કરી રહ્યા છે. આવી ચોર સરકારને પરાજિત કરવા લોકોને વિનંતી કરી હતી.