Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > આજે Amazon પર Oppo K3નો સેલ, આ રીતે ઓફર્સનો લાભ ઉઠાવો

આજે Amazon પર Oppo K3નો સેલ, આ રીતે ઓફર્સનો લાભ ઉઠાવો

0
574

Oppo K3 આજે ફરીથી એખ વખત Amazon પર સેલ માટે ઉપલબ્ધ થવાનો છે. ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ફોનને સેલ માટે 12 PMએ ઉપલબ્ધ કરાવશે. બે સપ્તાહ પહેલા દેશમાં લોન્ચ થયેલો આ ફોન અગાઉ એક વખત સેલ માટે ઉપલબ્ધ થઈ ચૂક્યો છે. આ સ્માર્ટફોન ફૂલ HD+ સ્ક્રિન, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 710SoC, 8GB રેમ અને ડ્યૂઅલ રિયર કેમેરાથી સજ્જ છે. Oppo K3માં 128GB સ્ટોરેજ, પોપ-અપ સેલ્ફી કેમેરા અને 3765mAhની બેટરી આપવામાં આવી છે.

Oppo K3ની ભારતમાં કિંમત અને ઓફર્સ
આ ફોનની બેસ વેરિઅન્ટ 6GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે રૂપિયા 16,990માં આવે છે. જ્યારે 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 19,990 છે. આ ફોન બ્લૂ અને બ્લેક કલરના વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. સેલ ઓફર્સની વાત કરીએ તો, Oppo K3 ખરીદનારને નો કોસ્ટ EMIનો વિકલ્પ સાથે રૂપિયા 1000નું Amazon પે બેલેન્સ મળશે. આ ઉપરાંત Reliance Jio સાથે રૂપિયા 7050ના ફાયદા મળશે. આ સાથે જ Oppo K3 ખરીદનાર AXIS બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ EMIના ઉપયોગ પર રૂપિયા 1000ના ઓફનો લાભ ઉઠાવી શકે છે.

Oppo K3ના સ્પેસિફિકેશન્સ
ડ્યૂઅલ સિમ Oppo K3 એન્ડ્રોઈડ 9 પાઈ પર કામ કરે છે. જેમાં 6.5 ઈંચની ફૂલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 710 SoC, 8GB સુધીની રેમ મળશે. આ સાથે જ હેન્ડસેટમાં 128 GBની સ્ટોરેજ આપવામાં આવી છે. ઓપ્ટિક્સના મામલે કંપનીએ ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમાં 16 MP પ્રાઈમરી Sony IMX519 સેન્સર અને 2 MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 16MP Sony IMX471 સેન્સર સાથે પૉપ-અપ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. Oppo K3માં 3765mAhની બેટરી સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

ભારતીય રેલવે 3 લાખ કર્મચારીઓ ઘટાડશે, આવા લોકોની નોકરી પર ખતરો