Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નવસારી કૃષિ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા,કારણ અકબંધ

નવસારી કૃષિ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા,કારણ અકબંધ

0
348

નવસારીઃ રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના નવસારી કૃષિ યૂનિવર્સિટીમાં બની છે. યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળાફાંસો ખાધો હતો. આ અંગે જાણ થતા તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 24 વર્ષીય ચિરાગ વઘાસીયા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં MAC ફોરેસ્ટમાં અભ્યાસ કરી રહ્યો હતો. ચિરાગે કોઇ અગમ્ય કારણસર પીજી હોસ્ટેલમાં પોતાની રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે, આ વાતની જાણ વિદ્યાર્થીઓને થતાં તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ચિરાગની લાશને નીચે ઉતારીને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. આ ઉપરાંત પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ચિરાગ મૂળ જૂનાગઢનો રહેવાશી છે અને તેણે આત્મહત્યા કેમ કરી એ હજી સુધી જાણવા મળ્યું નથી.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા