Gujarat Exclusive > દેશ-વિદેશ > નાની બહેનનો જીવ બચાવવા મોટી બહેને આપી કુરબાની, બની ગઇ હીરો, તસવીર વાયરલ

નાની બહેનનો જીવ બચાવવા મોટી બહેને આપી કુરબાની, બની ગઇ હીરો, તસવીર વાયરલ

0
553

રશિયાના હુમલાથી સીરિયાના તમામ રહેણીક વિસ્તારોની ખરાબ સ્થિતિ છે. આ હુમલાથી બિલ્ડિંગમાં રહેતા બાળકો, મહિલાઓ અને અન્યના મોત થઇ રહ્યાં છે. ગત 10 દિવસમાં ઉત્તર-પશ્ચિમ સીરિયાની હોસ્પિટલ, સ્કૂલ,બજાર અને બેકરીઓ પર હવાઇ હુમલામાં 26 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થઇ ગયા છે. આ રીતના એક હુમલામાં એક પાંચ વર્ષની બાળકી પોતાની 7 મહિનાની નાની બહેનનો જીવ બચાવવાના ચક્કરમાં દૂર્ઘટનાનો ભોગ બની હતી અને તેનું મોત થયુ હતું. 7 મહિનાની નાની બહેન હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. નાની બહેનનો જીવ બચાવીને મોટી બહેન હીરો બની ગઇ હતી.

રશિયના હુમલા બાદ સીરિયા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ બચાવ કાર્ય શરૂ કર્યુ છે. જ્યારે રશિયાએ હુમલો કર્યો તે સમયે પરિવારના તમામ સભ્ય ઘરમાં હાજર હતા. બોમ્બ પડતા જ બિલ્ડિંગનો એક ભાગ પુરી રીતે ડેમેજ થિ ગયો હતો. મૃતકનું નામ રિહામ અલ-અબ્દુલ્લા હતું જ્યારે નાની બહેનનું નામ તુક્કા છે.

બોમ્બથી હુમલો કરવાની સૂચના મળ્યા બાદ બચાવ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. કેટલાક લોકો ઘટનાસ્થળે તસવીર પણ ખેચી રહ્યાં હતા. આ દરમિયાન એક પાંચ વર્ષની બાળકી રિહામે પોતાની નાની બહેન તુક્કાને પકડી રાખી હતી, તે બોમ્બથી દૂર્ઘટનાગ્રસ્ત થયેલા કેટલાક ભાગમાં કઇક પકડીને લટકેલી હતી, કાટમાળમાં તેની નાની બહેન ફસાયેલી હતી. પોતાની બહેનને તેને બચાવી લીધી હતી અને ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી.

આ સીનને બધા જોઇ રહ્યાં હતા. કેટલાક લોકોએ તેની તસવીર પણ ખેચી અને વાયરલ કરી હતી. ઘાયલ રિહામને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. રશિયાના આ હુમલામાં તેની માતા અને એક અન્ય બહેનનું મોત થઇ ગયુ હતું. રિહામની નાની બહેન તુક્કાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે આઇસીયૂમાં ભરતી છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ મિશેલ બાચેલેટે કહ્યું કે ગત 10 દિવસમાં ઉત્તર-પશ્ચિમ સીરિયાની હોસ્પિટલ, સ્કૂલ અને બજાર પર હવાઇ હુમલામાં 26 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત થયા છે, તેમણે કહ્યું કે રશિયાની સેનાએ જે રીતે રહેણીક વિસ્તારને નિશાનો બનાવીને હુમલો કર્યો છે તેમની વિરૂદ્ધ યુદ્ધના ગુના માટે આરોપ નક્કી કરવામાં આવશે, તેમણે કહ્યું કે રહેણીક વિસ્તાર પર જાણી જોઇને હુમલો યુદ્ધનો ગુનો છે અને જે લોકોએ આ આદેશ આપ્યો છે તેમને બહાર કરવામાં આવશે.

અજીત ડોભાલના પ્રવાસ બાદ કાશ્મીર મોકલવામાં આવ્યા 10 હજાર સુરક્ષા જવાન