Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 કોરોના પોઝિટિવ

ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 31 કોરોના પોઝિટિવ

0
54
  • ત્રીજા દિવસે પણ ટ્રેનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ થયું

  • સૌથી વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 19 પોઝીટીવ કેસ મળી આવ્યા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત ત્રીજા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ ચાલુ રાખ્યું હતું. આજના ત્રીજા દિવસે 1694 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 31 કેસો પોઝીટીવ મળી આવ્યા હતા. જેમા સૈથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના કેસો 19 મળી આવ્યા હતા.

અગાઉના બે દિવસોમાં ટેસ્ટીંગમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝીટીવ કેસો મળ્યા હતા. પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. સરવાળે ત્રણ દિવસમાં માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કુલ કોરોના પોઝીટીવ કેસો 58 મળી આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 65 વર્ષીય વૃદ્ધે 65 દિવસમાં કોરોના સામે જીત્યો જંગ

આ ટેસ્ટીંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝીટીવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.

જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 336 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમાંથી 8 પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 818 પ્રવાસીઓમાંથી 19 અને મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 540 પ્રવાસીઓની ચકાસણીમાં 4 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

આમ સરવાળે કુલ 1694 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટીંગ કરાયું હતું.

જેમાં 31 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.

આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી યોજાશે

તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

આજે પરિસ્થિતિ બદલાઇ ફરીવાર માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારો વધ્યા

અમદાવાદ શહેરમાં 368 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે.

તેમાંથી આજે ચર્ચા વિચારણાં બાદ 18 વિસ્તારોને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો.

જેથી આ 18 વિસ્તારો બાદ કરાતાં આંકડો 350 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યાં હતા.

તેની સામે આજે 28 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં ઉમેરાતાં આ આંકડો ફરી પાછો 378 પર પહોંચ્યો છે.

જેમાં દક્ષિણ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 7, મધ્ય ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 8 વિસ્તારો તથા પશ્ચિમ ઝોનમાં અને પૂર્વ ઝોનમાં એક એક વિસ્તારને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.