Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: ડીંડોલી-ખરવાસા રોડ નજીક DGVCLની DPમાં આગ

સુરત: ડીંડોલી-ખરવાસા રોડ નજીક DGVCLની DPમાં આગ

0
293

સુરત જિલ્લાના ડીંડોલી-ખરવાસા રોડ નજીકની મારુતિ વીલા સોસાયટી પાસેની DPમાં બુધવારની રાતે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અચાનક સળગી ઉઠેલી DGVCLની DP જોતા જ લોકો ત્યાંથી દૂર ભાગી ગયા હતા અને તરત જ ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ બાબતે પ્રતિક પટેલે (કસ્ટમ હાઉસ એજન્ટ) જણાવ્યું કે, આ ઘટના ખૂબ ગંભીર હતી. તેમણે જાતે 4 મહિના પહેલા આ DPને લઈ DGVCLમાં અરજી કરી હતી. જોકે DGVCLના રેઢિયાળ તંત્રને કારણે કોઈની પણ ફરિયાદ સાંભળવામાં આવતી નથી..

અગાઉ આવો જ એક બનાવ સુમુલ ડેરી રોડ ખાતે આવેલ એક એપાર્ટમેન્ટમાં થયો હતો. રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટની મીટર પેટીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક યુવકની સતર્કતાને લીધે બધા રહેવાસીઓના જીવ બચી ગયા હતા. નહી તો મોટી હોનારત સર્જાઈ શકતે. હવે DGVCLની ટીમ આ અંગે શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું?

ગુજરાત: ભાજપ-કોંગ્રેસના 70 ધારાસભ્યોને આવકવેરા વિભાગની નોટિસ, થઈ શકે છે કાર્યવાહી