Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણાની મહિલા પોલીસ કર્મચારીને TikTok પર વીડિયો બનાવવો ભારે પડ્યો, સસ્પેન્ડ

મહેસાણાની મહિલા પોલીસ કર્મચારીને TikTok પર વીડિયો બનાવવો ભારે પડ્યો, સસ્પેન્ડ

0
1537

મોબાઇલ એપ્લીકેશન Tiktokનો મહિલા પોલીસ કર્મચારીનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસ કર્મી મહેસાણાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં ઘણો બધો ડાન્સ કરે છે. જોકે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની પુષ્ટી થઈ શકી નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો મહેસાણાના નામે વાયરલ થયો છે.

આ અંગે ઉચ્ચે પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અલ્પિતા ચૌધરી નામની આ મહિલા પોલીસ લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

આ અંગે મહેસાણાના dysp મંજીતા વણઝારાએ કહ્યું છે કે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે. ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે.

મધ્ય પ્રદેશમાં અવળી ગંગા, BJPના બે ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, વાયરલ વીડિયોમાં પાછળ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે છે પરંતુ મહિલા પોલીસ કર્મી કોણ છે તેની માહિતી મળી શકી નથી.