Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > મેવાણીએ કહ્યું, “મારા ટ્વિટથી શાળાને ઠેસ પહોંચી હોય તો ‘સાડા સત્તર’ વખત માફી માંગુ છું”

મેવાણીએ કહ્યું, “મારા ટ્વિટથી શાળાને ઠેસ પહોંચી હોય તો ‘સાડા સત્તર’ વખત માફી માંગુ છું”

0
479

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જીગ્નેશ મેવાણીએ વલસાડની આર.એમ વીએમ શાળા નામે વિદ્યાર્થીને માર મારતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ આજે એટલે કે, 25 જૂલાઈએ મેવાણી વલસાડ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, મારા ટ્વીટથી શાળાને કોઈપણ જાતની ઠેસ પહોંચી હોય તો સાડી સત્તર વખત માફી માંગુ છું, પીએમ નરેન્દ્ર ભાઇ માટે મારા દિલ માં જ્યારે પણ પ્રેમ ઉભરાય છે ત્યારે હું તેમને ટ્વીટ કરૂ છું. મેવાણીએ કહ્યું કે, પાછલા કેટલાક સમયથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરંતુ તે વિશે કોઈએ પગલા લીધા નહતા માત્ર મારા વિરૂદ્ધ જ કિન્નરખોરીના પગલા લેવામાં આવ્યા છે.

મેવાણીએ વલસાડની શાળાના નામે ટ્વીટરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો.મેવાણીએ પીએમઓ પાસેથી વિદ્યાર્થી સાથે શાળાના આવા વર્તન બદલ ખુલાસો માંગ્યો હતો. જોકે, બાદમાં વિવાદ વકરતા લોકોને પૂછ્યું હતું કે આ વીડિયો ઇજીપ્તનો છે કે વલસાડનો? આ મામલે શાળાએ મેવાણી સામે વલસાડમાં પોલીસ ફરિયાદ કરી હતી, જેના અનુસંઘાનમાં મેવાણીએ આગોતરા જામીનની અરજી કરી હતી. આજે વલસાડ કોર્ટે મેવાણીની આગતોરા જામીનની અરજી ફગાવી હતી. આ મુદ્દે જીગ્નેશ મેવાણી વલાસાડ પોલીસ સમક્ષ હાજર થયા હતા.

આ મામલે જીગ્નેશ મેવાણીએ હાઇકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યુ હતું અને હાઇકોર્ટના આદેશથી વલસાડ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે શાળાનો આક્ષેપ હતો કે તેમણે આ વીડિયો મામલે અનેક વાર રજૂઆત કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી.

જ્યારે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે જીગ્નેશ મેવાણીએ પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ફરિયાદ પાયા વગરની એટલા માટે છે કે આ પ્રમાણેનો વીડિયો મારી સમક્ષ આવ્યો છે. આ વીડિયો વલસાડનો છે કે ઇજીપ્તનો છે ? શું કોઈ મને જણાવી શકે ? શું મને કોઈ જણાવી શકે મેં સીધો આક્ષેપ નથી કર્યો તે છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. છતાં મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં.

હવે વિધાનસભામાં પણ હોર્સ ટેડિંગ! પ્રદિપ સિંહની કોંગ્રેસ મહિલા ધારાસભ્યને ઓફર