Gujarat Exclusive > આપણી જરૂરિયાત > 12મીથી રેલવે વધુ 80 સ્પેશિયલ ટ્રેન દોડાવશેઃ જુઓ લિસ્ટ, રિઝર્વેશન વિગત

12મીથી રેલવે વધુ 80 સ્પેશિયલ ટ્રેન દોડાવશેઃ જુઓ લિસ્ટ, રિઝર્વેશન વિગત

0
138
 • 230 સ્પેશિયલ ટ્રેનો સિવાય આ નવી 80 ટ્રેન હશે
 • નવી ટ્રેને માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરુ થશે

નવી દિલ્હીઃ કોરોનાના કારણે છેલ્લા 6 મહિનાથી છપ થયેલી ટ્રેન વ્યવસ્થા હવે ધીમે-ધીમે પાટા પર આવી રહી છે. 230 સ્પેશિયલ ટ્રેનો અને મેટ્રો ટ્રેન દોડાવવાની મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકારે વધુ પેસેન્જર ટ્રેન શરુ કરવા મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયે હવે 12 સપ્ટેમ્બરથી વધુ 80 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની તૈયારી શરુ કરી છે.

રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે આ અંગેની માહિતી આપતા શનિવારે જણાવ્યું કે

“ભારતીય રેલવે 12 સપ્ટેમ્બરથી નવી વિશેષ ટ્રેન શરુ કરવા જઇ રહી છે. આ નવી ટ્રેનો માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરુ થઇ જશે. આ સ્પેશિયલ ટ્રેનાના સંચાલનની દેખરેખ રખાશે અને જ્યાં પણ માગ હશે કે લાંબું વેઇટિંગ લિસ્ટ હશે, ત્યાં ‘ક્લોન’ ટ્રેન દોડાવવામાં આવશે.”

આ પણ વાંચોઃ બિઝનેસ કરવાના મામલે દેશમાં ગુજરાત ટોપ-10 રાજ્યમાં તળિયે પહોંચી ગયું

ક્યા રુટ પર ચાલશે નવી ટ્રેન

  • – અમદાવાદથી પુરી દર શુક્રવારે
   -કોટાથી દહેરાદૂન નંદાદેવી એક્સપ્રેસ ડેઇલી
   -જબલપુરથી અજમેર દયોદય એક્સપ્રેસ ડેઇલી
  • -પ્રયાગરાજથી જયપુર ટ્રેન. સંપૂર્ણ યાદી આ મુજબ છે….
  • Train-List1

પરીક્ષા કે આવા ઉદ્દેશ્ય માટે ટ્રેન દોડાશે

રેલવેએ કહ્યું કે પરીક્ષાઓ કે આવા કોઇ ઉદેશ્ય માટે રાજ્ય સરકારોની ભલામણથી ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. કોવિડ-19 મહામારીને કારણે અત્યારે તમામ પેસેન્જર ટ્રેનો બંધ છે. પરંતુ માત્ર 230 સ્પેશિયલ ટ્રેનો દોડી રહી છે. રેલવેએ પ્રવાસી મજૂરો માટે શ્રમિત ટ્રેનો અને પછી સ્પેશિયલ અને IRCTC સ્પેશિયલ ટ્રેનો શરુ કરી હતી.

‘ક્લોન’ ટ્રેન દોડાવવામાં આવશે

રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવ (Indian Railway Board Chairman VK Yadav)એ જણાવ્યું કે,
“આ 80 ટ્રેનો પહેલાંથી ચાલી રહેલી 230 ટ્રેનો ઉપરાંત ચલાવવામાં આવશે. જ્યાં પણ ટ્રેનોની માગ હશે કે લાંબુ વેઇટિંગ લિસ્ટ હશે ત્યાં ક્લોન ટ્રેનો દોડાવવામાં આવશે.

પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પણ આ સુવિધા નહીં

કોરોના મહામારી બાદ સામાન્ય સ્થિતિ થઇ જશે તો પણ ભારતીય રેલવે એસી કોચમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને ઓશિકા, ધાબડા, ચાદર ટુવાલ અને અન્ય લિનેનની વસ્તુઓ આપશે નહીં. રેલવે સામાન્ય પેસેન્જર ટ્રેન સેવા ફરી શરુ કર્યા બાદ આ વસ્તુઓ નહીં આપવાની યોજના બનાવી રહી છે. જો કે અત્યાર સુધી આ અંગે કોઇ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ NEET-JEE પરીક્ષા નહીં જ અટકેઃ સુપ્રીમ કોર્ટે 6 રાજ્યોની રિવ્યૂ પીટિશન ફગાવી

આ વસ્તુઓ ઉપરાંત ટ્રેનમાં રાંધેલું ભોજન પિરસવામાં આવતું નથી. અત્યારે માત્ર પેક્ડ ફૂડ જ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે હવેથી તે સેવા ચાલુ રહી શકે છે.