Gujarat Exclusive > દેશ-વિદેશ > બ્રાઝીલ: એરપોર્ટમાં ઘૂસીને કરોડો રૂપિયાના સોનાની લૂંટ, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકશો

બ્રાઝીલ: એરપોર્ટમાં ઘૂસીને કરોડો રૂપિયાના સોનાની લૂંટ, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકશો

0
468

પોલીસના ગેટઅપમાં આવેલા 8 હથિયારોથી સજ્જ લૂંટારાઓ બ્રાઝીલના એક એરપોર્ટથી લગભગ 750 કિલો સોનું લૂંટીને ફરાર થઈ ગયા છે. દક્ષિણ એમેરિકાના અતિ વ્યસ્ત એરપોર્ટોમાંથી એક સાઓ પાઉલોના ગુઆરુલહોસ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલથી ગુરુવારે લૂંટેલા આ સોનાની કિંમત 3 કરોડ ડોલર (અંદાજે 210 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.

લૂંટારાઓએ પોલીસ કર્મચારીઓના ડ્રેસ અને પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી કારનો ઉપયોગ કરીને આ ફિલ્મી લૂંટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં લૂંટારુઓએ કાર્ગો ગોડાઉનના અને એક અન્ય કર્મચારીને બંધક બનાવ્યા હતા. એરપોર્ટથી નીકળ્યા પહેલા તેમણે લૂંટની જાહેરાત પણ કરી હતી.

એરપોર્ટથી 12 કિલોમીટર દૂર જઈને બંને એરપોર્ટ કર્મચારીઓને મુક્ત કર્યા હતા અને સોનાને બીજી કારમાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ લૂંટારાઓની શોધખોળ કરી રહી છે.

બુલેટ ટ્રેનને અન્ય શહેર સાથે જોડવા માટે અભ્યાસ કરી રહી છે સરકાર