Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: 65 વર્ષીય વૃદ્ધે 65 દિવસમાં કોરોના સામે જીત્યો જંગ

અમદાવાદ: 65 વર્ષીય વૃદ્ધે 65 દિવસમાં કોરોના સામે જીત્યો જંગ

0
71

અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ(corona virus) તાંડવ મચાવ્યો છે. દૈનિક બારસોથી વધુ કેસો સામે આવી રહ્યા છે. જોકે રાજ્યમાં સાજા થવાનો દર પણ વધ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 65 વર્ષીય વૃદ્ધ 65 દિવસની સારવાર પછી ઘરે પરત ફર્યા છે.

અમદાવાદના વિરમગામ તાલુકા 65 વર્ષીય આઝમભાઇ (નામ બદલેલ છે) 4થી જુલાઇએ વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટ કરાવવા ગયા હતા.

જેમનો કોરોના (corona virus )રીપોર્ટ પોઝિટિવ આવ્યો.

આ સાથે તેમને ડાયાબિટીસની તકલીફ અને SPO 282 આવતા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે તાત્કાલિક સારવાર માટે સિવિલની કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

તેમનામાં તાવ, ખાંસી, શારીરીક નબળાઇ અને

શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે કોરોનાના લક્ષણો ગંભીર જણાઇ આવ્યા હતા.

લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા છતા પણ

સ્થિતિ બગડતા તેઓને 20 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવા પડ્યા.

વેન્ટીલેટરની સારવાર મેળવ્યા બાદ સ્થિતિ સુધરતા તેઓને બાયપેપ મશીન પર સારવાર હેઠળ રાખવામાં આવ્યા.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 16ના મોત

65 વર્ષીય આઝમભાઇના જોમ, જુસ્સા અને ગમે તે મુશકેલ પરિસ્થિતિમાં હાર ન માનવાની હિંમત અને

સિવિલ હોસ્પિટલના તબીબોની ગમે તે ભોગે દર્દીનો જીવ બચાવવાની કટિબધ્ધતાના કારણે આખરે હકારાત્મક પરિણામ મળ્યુ.

65 દિવસ કોરોનાની સારવાર લીધા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને આઝમભાઇ પોતાના માદરે વતન વીરમગામ પરત ફર્યા હતા.

આઝમભાઇ કહે છે કે કોરોનાગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે એક મહિના સતત સારવાર લીધા બાદ પણ વાયરસની સંવેદનશીલતા ઘટી ન હતી.

એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે મેં પોતે પણ જીવવાની આશા પડતી મૂકી દીધી હતી.

પરંતુ હોસ્પિટલના કાઉન્સેલર સતત મારૂ કાઉન્સેલીંગ કરતા રહ્યા.

વેન્ટીલેટર પર હતો ત્યારે શું થઇ રહ્યુ છે,

કઇ રીતની સારવાર શરૂ છે તેનો કઇ જ ખ્યાલ ન હતો પરંતુ એટલું જરૂર દેખાતુ હતુ કે દિવસ રાત તબીબો અને નર્સિંગ સ્ટાફ મારા જીવને બચાવવા મને કોરોનામુક્ત કરવા મથતા રહેતા હતા.

આ પણ વાંચો: સી. આર. પાટીલને કોરોના કન્ફર્મ, ડેપ્યુટી મેયર દિનેેશ મકવાણા પણ કોરોનાગ્રસ્ત

આજે વિરમગામ વોરવાડ ખાતે અર્બન હેલ્થ સેન્ટર વિરમગામની ટીમ દ્વારા આઝમભાઇની મુલાકાત લેવામાં આવી હતી.

તેમના ખબર અંતર ની પૃચ્છા કરીને શારીરીક સ્થિતિ સ્વસ્થ હોવાની ખરાઇ કરવામાં આવી હતી.

આજે મુલાકાત ની વેળાએ આઝમભાઇએ સમગ્ર જિલ્લા આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સહકારનો સંતોષ વ્યક્ત કર્યો હતો.