Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, જામનગરમાં 7 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, જામનગરમાં 7 ઇંચ ખાબક્યો

0
1796

ગુજરાતમાં વધુ 5 દિવસ અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી બે અઠવાડિયા સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ પડશે તેવુ હવામાન વિભાગનું માનવુ છે.

રાજ્યના 216 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જો સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો જામનગરમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે જોડિયામાં 6 ઈંચ, કચ્છના 5.5 ઈંચ વરસાદ અને વલસાડના કપરાડામાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સીઝનમાં રાજ્યના 11 તાલુકામાં 1000 મીમી કરતા વધુ વરસાદ પડ્યો છે.અમદાવાદમાં ત્રણ દિવસથી ધીમી ધારે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના બાપુનગર, સરસપુર, ખોડિયારનગર, કાલુપુર, એલિસબ્રિજ, શિવરંજની, બોડકદેવ અને એસ.જી. હાઇવે સહિત શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

50 ટકા જળાશયો ભરાયા

રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 33 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 2 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ, 7 જળાશયો 70થી 100 ટકા તેમજ 8 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર 55.89 ટકા ભરાયુ છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.02 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.86 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 24.63 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.03 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 14.10 ટકા એમ કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 23.97 ટકા છે.

₹ 1.45 લાખ કરોડનું દાન આપનાર દેશના બીજા સૌથી અમીર વેપારીએ લીધો સંન્યાસ