Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતીઓ માટે Good News: રાજ્યમાં આજથી વધુ 40 STની પ્રીમિયમ બસો દોડાવાશે

ગુજરાતીઓ માટે Good News: રાજ્યમાં આજથી વધુ 40 STની પ્રીમિયમ બસો દોડાવાશે

0
50

અગાઉ 22મી ઓગસ્ટે વોલ્વો અને એસી સુવિધાવાળી 40 બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ધીમે-ધીમે સામાન્ય જન-જીવન પાટા પર આવી રહ્યુ છે. તેના ભાગરૂપે રાજ્યમાં ધંધા-રોજગાર શરૂ કરવામાં માટે મંજૂરી આપવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ કોરોનાના કારણે બંધ પડેલી એસટી બસ સેવા ગ્રામ્ય વિસ્તારો માટે પણ ચાલુ કરવામાં આવી હતી. ત્યારે હવે ST વોલ્વો બસ આજ (શુક્રવાર)થી શરૂ કરવામાં આવી છે. 11મી સપ્ટેમ્બરથી 40 વોલ્વો અને એસી એસટી બસ દોડાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અગાઉ 22મી ઓગસ્ટે વોલ્વો અને એસી સુવિધાવાળી 40 બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ST વિભાગ દ્વારા 11મી સપ્ટેમ્બરથી 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં 12 વોલ્વો, 24 એસટી સીટર અને 4 સ્લીપર બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી શરૂ કરેલ આ આરામદાયક એસટી બસમાં સૌથી લાંબો રૂટ ઉમરગામથી અંબાજીનો છે.

આ પણ વાંચો: પોલીસે વોન્ટેડને પકડતા હુમલો: મહિલા પોલીસની મદદ ના મળતાં સાસુ-વહુ ફરાર,બાપ-બેટો પકડાયા

11 સપ્ટેમ્બર એટલે શુક્રવારથી શરૂ થનાર નવી એસટી બસોમાં 12 વોલ્વો સીટર બસ નહેરુનગરથી સુરત, અમદાવાદથી રાજકોટ, ભુજથી રાજકોટ અને સુરતથી ગાંધીનગર વચ્ચે ચાલશે. એસટી સીટર સર્વિસમાં અમદાવદથી ડીસા, અમદાવાદથી દાહોદ, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી મોરબી, રાજકોટથી દીવ, રોજકોટથી ભાવનગર, રાજકોટથી મહુવા અને અમદાવદથી અંબાજી વચ્ચે ચલાવાશે.

ઉલ્લેખનીય છે કે ST વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 189 વોલ્વો અને એસટી બસો દોડાવવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે 22 માર્ચથી સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. બાદમાં અનલોક જાહેર થતા તબક્કાવાર સંચાલન શરૂ કરવામા આવ્યું છે. અત્યાર સુધી 40 પ્રીમિયમ એસટી બસો ચાલાવાતી હતી, જેમાં વધુ 40 બસો ઉમેરવામાં આવી છે.