Gujarat Exclusive > દેશ-વિદેશ > એક સાથે હોસ્પિટલની 36 નર્સ થઈ પ્રેગ્નેન્ટ, ડિસેમ્બર સુધી બધા જ બાળકોનો થશે જન્મ

એક સાથે હોસ્પિટલની 36 નર્સ થઈ પ્રેગ્નેન્ટ, ડિસેમ્બર સુધી બધા જ બાળકોનો થશે જન્મ

0
440

એક જ વર્ષમાં એક હોસ્પિટલની 36 નર્સ પ્રેગ્નેન્ટ થઈ છે. સોશિયલ મીડિયા ઉપર નર્સોની તસ્વીરો પણ સામે આવી છે. આ કિસ્સો અમેરિકાના મિસૂરીના કન્સાસ સિટીનો છે.

આ હોસ્પિટલનું નામ ચિલ્ડ્રન મર્સી હોસ્પિટલ છે. પ્રેગ્નેન્ટ થનારી તમામ જ નર્સ ઈન્સેટિવ કેર યૂનિટમાં કામ કરે છે, જેમાં 20 બાળકોની ડિલિવરી પણ થઈ ચૂકી છે.

આ વર્ષના અંત સુધીમાં બાકીની તમામ નર્સોની ડિલિવરી થવાની છે. અત્યાર સુધી જન્મ લેનાર 20 બાળકોમાં માત્ર 2 બાળકીનો જન્મ થયો છે.

હોસ્પિટલની તમામ 36 નર્સોને એક સાથે દેખાડતી એક તસ્વીર શેર કરવામાં આવી છે. આ તસ્વીરમાં બાળકોને જન્મ આપી ચૂકેલી અને પ્રેગ્નેંટ મહિલાઓ પણ સામેલ છે.

જોકે, હોસ્પિટલે કહ્યું કે, હોસ્પિટલમાં બીમાર અને પ્રિમેચ્યોર જન્મ લેનાર બાળકો માટે ખાસ યૂનિટ બનાવવામાં આવ્યું છે.

કામની વાત: સેક્સ સાથે સંકળાયેલ પરેશાની કરો દૂર, આ રીતે પાર્ટનરની કરો મદદ