Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMC દ્વારા એક નવતર પ્રયોગ: 300 AMTS બસો કંડક્ટર વગર દોડશે

AMC દ્વારા એક નવતર પ્રયોગ: 300 AMTS બસો કંડક્ટર વગર દોડશે

0
360

શહેરમાં હવે AMTSની કંડક્ટર વગરની બસો રોડ પર દોડતી જોવા મળશે. બસો ખોટમાં ચાલતી હોવાથી AMTS કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાયોગિક ધોરણે 7 બસો રોડ પર કંડક્ટર વગરની દોડતી કરવામાં આવી છે.

ફડચામાં ચાલતી AMTS બસોને લઇ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના રોડ પર હવે કંડક્ટર વગરની બસો જોવા મળશે. AMTS કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખોટમાં ચાલતી બસોને કારણે કોર્પોરેશનને નુકશાન જતું હતું જેના કારણે આ પ્રયોગ કરાયો છે. આગામી દિવસોમાં 300 બસો કંડક્ટર વગર જ દોડવામાં આવશે. જેમાં એક મશીન મુકવામાં આવશે. આ બસોમાં માત્ર જનમિત્ર કાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે.

શહેરના 21 રૂટ પર દોડતી 23 બસો નુકશાનમાં ચાલતી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 7 બસો કંડકટર વગરની પ્રાથમિક ધોરણે શરૂ કરવામાં આવશે. આ બસ કંડક્ટર વગરની બસમાં મુસાફરોને પહેલા ગેટથી કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે અને જે સ્ટેન્ડ પર ઉતારશે. ત્યાં કાર્ડમાંથી તેનું ભાડુ કપાઈ જશે. ત્યારે ખોટમાં ચાલતી AMTS બસોમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ કેટલો સફળ રહેશે કે નહીં તે જોવું રહ્યું.

પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ એએમટીએસ ચેરમેન સુરેન્દ્રભાઇ બક્ષીએ સત્તાધીશોના નિર્ણયે કમાવાનો કિમીયા ગણાવ્યો છે.. બક્ષીએ દાવા કર્યો હતો, કે 300 બસ કંડક્ટર વગર ચલાવાનો પ્રોજેક્ટ નિષ્ફળ રહેશે. અને આ પગલે 300 લોકોની રોજી રોટી છિનવાશે શહેરી વિસ્તારમાં આ પ્રકારની બસ ચલવાની સત્તાધીશો પોતાના માનિતા કોન્ટ્રાક્ટરનું હિત જોઇ રહ્યા છે. પરંતુ સામાન્ય પ્રવાસીઓને હિત બાજુએ મુકી રહ્યા છે. આ નિર્ણય સત્તાધીશોની અણધડ આયોજનનો મોટુ નમૂનો છે

લ્યો હવે ‘બેટી બચાવો બેટી પઢાવો’ PM યોજનાના નામે બોગસ ફોર્મ વેચાયા, થઈ ફરિયાદ