Gujarat Exclusive > દેશ-વિદેશ > નેટફ્લિક્સે 35 એપિસોડની સિરીઝ બનાવી છે તે ‘ડ્રગ્સ માફિયા’ને 30 વર્ષ અને 85 હજાર કરોડનો દંડ

નેટફ્લિક્સે 35 એપિસોડની સિરીઝ બનાવી છે તે ‘ડ્રગ્સ માફિયા’ને 30 વર્ષ અને 85 હજાર કરોડનો દંડ

0
368

મેક્સિકોના સૌથી કુખ્યાત ડ્રગ્સ માફિયા એલ ચાપોને અમેરિકાની એક અદાલતે આજીવન જેલની સજા સંભળાવી છે. 62 વર્ષના એલ ચાપોને ગેરકાયદેસર હથિયાર રાખવા માટે 30 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ તેને 12.6 અબજ ડોલર એટલે 85 હજાર કરોડ રૂપિયાથી વધારેનો દંડ ફટકાર્યો છે.

કોણ છે એલ ચાપો?

1957માં મેક્સિકોના સિનાલાઓમાં એલ ચાપોનો ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો. આલ ચાપો ઘરની આજુ-હાજુ થનાર અફીણ અને ગાંજાની ખેતીના કારણે નશાના બિઝનેસમાં આવી ગયો હતો. આમ નાનપણમાં જ તેને ડ્રગ્સ સપ્લાયના ઢગલાબંધ તરીકા નિજાત કરી લીધા હતા અને થોડા જ સમયમાં આ ધંધાનો સૌથી મોટો માફિયા બની ગયો હતો.

કેવી રીતે પકડવામાં આવ્યો?

સૌથી પહેલા મેક્સિકોમાં એલ ચાપોની ધરપકડ 1993માં કરવામાં આવી હતી અને તે વખતે તેને 20 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, તે જેલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી મેક્સિકો પોલીસ તેને શોધી રહી હતી. તે બીજી વખત 2014માં તેની ધરપકડ કરવામાં આવી. ફરીથી તે 2015માં એલટીપ્લાનો મેક્સિકન સિક્યોરિટી જેલમાંથી સુરંગ બનાવીને ફરાર થઈ ગયો.

2016માં એલ ચાપો ફરીથી પકડાયો અને ફરીથી તેને એલટીપ્લાનો મેક્સિકન સિક્યોરિટી જેલમાં બંધ કરવામાં આવ્યો. આ વચ્ચે 2017માં તેને અમેરિકન પ્રત્યર્પિત કરી દેવામાં આવ્યો.

નવેમ્બર, 2018માં ન્યૂયોર્કમાં તેના પર ટ્રાયલ શરૂ થયું. ફેબ્રુઆરીમાં ન્યૂયોર્કની એક ફેડરલ કોર્ટમાં એલ ચાપો વિરૂદ્ધ ગેરકાયદેસર રૂપથી હથિયાર રાખવા, ડ્રગ્સની તસ્કરી કરવા અને મની લોન્ડ્રિંગ- એટલે પૈસા હેરા-ફેરી કરવાન- ઉપરાંત અલગ-અલગ દસ કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

ગઈ કાલે એટલે 17 જૂલાઈ, 2019માં ન્યૂયોર્કની એક અદાલતે એલ ચાપોને આજીવન જેલની સજા સંભળાવી છે. ઉંમર કેદ ઉપરાંત એલ ચાપોને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં વધારાની 30 વર્ષની જેલની સજા સંભળાવી છે. ટ્રાયલ દરમિયાન એલ ચાપોને કોર્ટમાં લઈ જતી વખતે બધા જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા હતા જેથી તે ફરીથી ભાગી ના છૂટે. હેલિકોપ્ટરથી તેના પર નજર રાખવામાં આવતી હતી.

પોતાની સજા પર એલ ચાપોએ શું કહ્યું?

એલ ચાપોએ અદાલતમાં પોતાની સજાથી પહેલા કહ્યું,

“અહીં કોઈ જ ન્યાય નહતો. મારી પૂરી લાઈફ ટોર્ચરથી ભરેલી રહી, સૌથી અમાનવીય સ્થિતિમાં મેં મારી આખી જીવન ગુજાર્યું છે.”

માફિયા કેવી રીતે બન્યો

એલ ચાપોએ મિગેલ એન્જેલ ફેલિક્સ ગાલાર્દોને પોતાના ગોડફાર બનાવ્યા, એટલે પોતાના ગુરૂ બનાવ્યા હતા. તેમના પાસેથી એલ ચાપોએ તેમના પાસેથી જ ડ્રગ્સ તસ્કરી વિશે જાણકારી મેળવી હતી. 1980માં મેક્સિકોના પ્રભાવશાળી સિનાલોઆ ડ્રગ્સની તસ્કરી કરનાર સમૂહનો હેડ બનાવવામાં આવ્યો. તે પછી તે અમેરિકામાં સૌથી વધારે માત્રમાં ડ્રગ્સની સપ્લાય કરનાર માફિયા બની ગયો. 2009માં ધરપકડ બાદ એલ ચાપો દુનિયાનો સૌથી અમીર લોકોની સૂચિમાં 701માં નંબર પર રહ્યો.

એલ ચાપો પર નેટફિલ્કસે 35 એપિસોડની એક આખી સિરીઝ બનાવી છે. સિરીઝનું નામ પણ તે જ છે. સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એલ ચાપોએ ડ્ર્ગ્સની તસ્કરીની શરૂઆત કરી હતી. અને આજે તે કેવી રીતે ડ્રગ્સ માફિયા બની ગયો છે.

https://gujaratexclusive.in/pakistan-government-will-to-have-pay-40-thousand-crore-to-lose-case-in-international-court/