Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં 30 વિસ્તારો ઉમેરાયા

અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં 30 વિસ્તારો ઉમેરાયા

0
69
  • માત્ર 16 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયાં

  • સૌથી વધુ 10 ઉત્તર ઝોનના વિસ્તારોનો સમાવેશ

  • ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોપલ સહિતના વિસ્તારો સમાવિષ્ટ

અમદાવાદ: દરરોજની માફક આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી માઇક્રો કન્ટેઇન્ટમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ આજે 30 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો હતો. તેની સામે માત્ર 16 વિસ્તારોને દૂર કરાયા હતા. આમ આજે દૂર થયેલા વિસ્તારો કરતાં ઉમેરાયેલા વિસ્તારોમાં ડબલ ગણો વધારો થવા પામ્યો છે. તેમાં સૈથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનના 10 વિસ્તારો છે. જેમાં ગોતા, ચાંદલોડિયા વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં આજે 374 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં અમલી હતા. જે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણાંના અંતે 16 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. તેમાં પણ દક્ષિણ ઝોનના 5, મધ્ય ઝોનનો 1, પશ્ચિમ ઝોનના 4 તથા પશ્ચિમ ઝોનના અને ઉત્તર પશ્ચિમ ઝોન તેમ જ પૂર્વ ઝોનના બે બે વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 222 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ

374 વિસ્તારોમાંથી 16 દૂર કરાતાં આંકડો 358 પર પહોંચ્યો હતો. તેની સામે 30 વિસ્તારો ઉમેરાંતા આ આંકડો 388 પર પહોંચ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં 7 વિસ્તારો, દક્ષિણ પશ્ચિમ ઝોનના 3, ઉત્તર પશ્ચિમ ઝોનના 10, ઉત્તર ઝોનમાં 3, પૂર્વ વિસ્તારના 5, અને પશ્ચિમ ઝોનમાં 2 છે. જેમાં ગોતા, ચાંદલોડિયા, જોધપુર, બોપલ, સરખેજ ઊજાલા સર્કલ જગતપુર, ઘાટલોડિયા વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરાયેલા નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલ તા. 12મી સપ્ટેમ્બરથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વેની કામગીરી દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેમ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે.