Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દિવસમાં 3 ટ્રેન, છતાંય રેલ્વે સ્ટેશન 300 કરોડનો! પોતાના શોખ પુરા કરવા મોદી સરકારના નવા તાગડધિન્ના

દિવસમાં 3 ટ્રેન, છતાંય રેલ્વે સ્ટેશન 300 કરોડનો! પોતાના શોખ પુરા કરવા મોદી સરકારના નવા તાગડધિન્ના

0
2215

રાજયના પાટનગર ગાંધીનગર રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હોટલ, મોલ, શોપિંગ સેન્ટર, થિયેટર સહિતની સુવિધાઓ ધરાવતું ગાંધીનગર રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસ બનવા જઇ રહ્યું છે. ભારતમાં પહેલીવાર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસર ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં આકાર પામશે.

આ ડ્રીમ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત લીધી હતી. ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ વિશ્વ કક્ષાના પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ સતત 1 કલાક સુધી કરીને બારીકાઈથી વિગતો મેળવી હતી તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

સ્ટેશનને ફેબ્રુઆરી 2019માં પૂર્ણ કરવાનો આદેશ

રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણીએ આજે ગાંધીનગર રેલવે સ્ટેશન પરિયોજનાનું નિરિક્ષણ કર્યું હતું. જે બાદ સ્ટેશનનું પુનઃનિર્માણ ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો હતો. જો કે તે કામ પૂરું થયું નથી. આથી મુખ્યમંત્રીનો વિષય ન હોવા છતાં તેમને મોકલવામા આવ્યા હતા. હજુ 6 મહિના જેવો સમય લાગે તેમ છે.

ટ્રેન વગરનું 300 કરોડનું રેલવે સ્ટેશન

ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલવે સ્ટેશન મળ્યું છે, પરંતુ તેને કોઇ ટ્રેનના સ્ટોપેજ મળ્યા નથી. ઘણાં સમય પહેલાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક મેમુ ટ્રેન શરૂ કરાઇ હતી, તેમાં પણ કોઇ કર્મચારીઓ પ્રવાસ કરતા નથી. છૂટાછવાટા પેસેન્જરોના લીધે આ ટ્રેન દોડાવવી પણ રેલવેને પરવડે તેમ નથી. સૌથી નવાઇની વાત એ છે કે, ગાંધીનગરને બ્રોડગેજ લાઇન મળી ચૂકી છે, પરંતુ તેને ઉત્તર ભારત કે મધ્ય ભારત જતી આવતી ટ્રેનોના રૂટમાં જોડવામાં આવ્યું નથી. જેને લીધે પાટનગરની નજીકના જ નગર કલોલ ખાતેથી 38 ટ્રેનો અવરજવર કરે છે, પરંતુ માંડ 20 કિમી જ દૂર આવેલા ગાંધીનગરને તેનો લાભ મળતો નથી.

હાલ માત્ર અમદાવાદ-ગાંધીનગર, ઇન્દોર-ગાંધીનગર, ગાંધીનગર-દાહોદ ટ્રેનો દોડે છે. લાંબા અંતરની ટ્રેનમાં એક સરાઇ-રોહીલાથી આવતો ગરીબ રથ થોભે છે. અહીંથી અત્યારે 100 રિઝર્વેશન અને આશરે 250 જનરલ ટિકિટનું વેચાણ થાય છે. સ્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગર, ઇન્દોરથી ગાંધીનગર, અમદાવાદથી હરિદ્વાર ગાંધીનગર સ્ટોપેજ સાથે આ ઉપરાંત ગાંધીનગર અને દાહોદ વચ્ચેની લોકલ ટ્રેન, જે સપ્તાહમાં ત્રણ દિવસ માટે હોય છે.

વધુમાં સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વોશેબલ એપ્રોન બનાવાશે. 1000 કાર, 200 ટૂ વ્હીલર્સ, 100 ઓટો રિક્ષા એક સાથે પાર્ક કરી શકાશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરએસડીસી)ને કેન્દ્રે મંજૂરી આપી હતી. હાલની ડિઝાઇન પ્રમાણે તેનો આકાર બિલિપત્ર જેવો રહેશે

રેલવે સ્ટેશન અને હોટલ આશરે 6500 ચોરસ મિટરમાં જગ્યા આવરી લેશેઓપન બાલ્કની અને સ્વિમિંગ પૂલ અને ગાર્ડન ધરાવતી હશે. અન્ય હોટેલ થ્રી સ્ટાર હશે જે ૪૦૦ રૂમ્સની બનશે. ૬,૮ અને ૧૦ માળના ત્રણ અલગ અલગ ટાવર બનશે. એન્ટ્રી પણ આધુનિક એરપોર્ટ લોંજ જેવી હશે. મહાત્મા મંદિર સાથે લીંક કરી દેવાશે. રેલવે પ્રવાસીઓ માટે અલગથી એન્ટ્રી રહેશે.

કર્ણાટક: 36 કલાક બાદ CCDના માલિકનો મૃતદેહ મળી આવ્યો